

સમીર પટેલ, ભરૂચ
ભરૂચના જંબુસરના કાવી મુકામે અબાબીલ યુથ ફાઉન્ડેશન વડોદરા તથા અંજુમન ટ્રસ્ટ કાવીના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર યોજાઇ હતી. આયોજિત રક્તદાન શિબિરમાં તમામ સમુદાયના યુવાનોએ ભારે ઉત્સાહથી ભાગ લીધો હતો. ૧૦૨ યુવાનોએ રક્તદાન કરી માનવસેવાની સરવાણી વહાવી યુવા પેઢી માટે પ્રેરણાદાયી બન્યા હતા. કેટલાક નવયુવાનો સમયના અભાવે પરત ફરવું પડતા નિરાશ થયા હતા. કાવીની જનતા બલીદાનકર્તા છે જે સાર્થક કરી બતાવ્યું છે ખુબ જ ટુંકાગાળામાં રક્તદાન શિબિરને સફળ બનાવવા દરેક નવયુવાનો ખુબ મહેનત કરી હતી. આયોજક અબાબીલ યુથ ફાઉન્ડેશન વડોદરા તથા અંજુમન ટ્રસ્ટ કાવી ના આયોજકો ખુબ પ્રભાવિત થયા હતા. ઈરફાન લીલી, સુહેલ કડુજી. મોહમ્મદ જાવેદ કાબા તથા અબાબીલ ફાઉન્ડેશન તેમજ બ્લડ બેંકના કર્મચારીઓએ રક્તદાન શિબિરને ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવી હતી.



