શિવરાત્રી નિમિત્તે ધ્વનિ સ્કૂલ ઓફ મ્યુઝિકના વિદ્યાર્થીઓ દ્વારા તબલાવાદન અને શિવ તાંડવ શ્લોકોની ભવ્ય રજૂઆત

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: મહાશિવરાત્રીના પાવન અવસરે ઠક્કરનગર સ્થિત લાભેશ્વર મહાદેવ મંદિરમાં ધ્વનિ સ્કૂલ ઓફ મ્યુઝિકના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય તબલાવાદન અને શિવ તાંડવ શ્લોકોની સમૂહ રજૂઆત કરવામાં આવી. સાથે જ “હમ સાથ ચલે તો જીતેંગે” ગીત પર અને ક્લાસિકલ તબલાવાદનની વિશિષ્ટ રજૂઆત પણ પ્રસ્તુત કરવામાં આવી.
આ સમગ્ર કાર્યક્રમનું દિગ્દર્શન જાણીતા તબલાવાદક ગુરુજી શ્રીનીવાસ ચિરંદાસ દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે સંસ્થાના જાણીતા કવિ અને સાહિત્યકાર તેમજ ધ્વનિ સ્કૂલ ઓફ મ્યુઝિકના કો-ઓર્ડિનેટર રાજુભાઈ રબારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વિદ્યાર્થીઓએ તન, મન અને સમર્પિત ભાવના સાથે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અપ્રમેય પ્રયાસો કર્યા હતા. મંદિર પરિસરમાં ગૂંજી ઊઠેલા તબલાના તાલ અને શિવ તાંડવના મંત્રોચ્ચાર સાથે શ્રદ્ધાળુઓએ અનોખા સાંસ્કૃતિક અને ધાર્મિક ઉન્માદનો અનુભવ કર્યો હતો.



