આહવા ખાતે ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર નીકળી ગયેલ વૃદ્ધની લાશ મળી આવતા ચકચાર મચી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવાનાં માજીરપાડા ખાતેથી એક વૃદ્ધ ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક નીકળી ગયા હતા.જેને લઇને પોલીસ મથકે જાણ પણ કરવામાં આવી હતી.ત્યારે ડીકમ્પોઝ હાલતમાં આ 60 વર્ષીય વૃદ્ધની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.ડાંગ જિલ્લાના આહવાના માજીરપાડા ખાતે રહેતા ચંદુભાઈ ગંગારામભાઈ પવાર (ઉ. વ.60) તા.21/11/2024 ના રોજ તેમના ઘરેથી કોઈને પણ કહ્યા વગર ક્યાંક જતા રહ્યા હતા. જે અંગે પરિવારજનો એ આહવા પોલીસ મથકે ગુનો પણ નોંધાવ્યો હતો. ત્યારે ડીકમ્પોઝ હાલતમા તેમની લાશ માજીરપાડા ગામે આવેલ જલ ભવનની ઓફિસની પાછળ જંગલના કોતરમાંથી મળી આવી હતી.તેઓ કોઈ અગમ્ય કારણસર મૃત્યુ પામતા તેમની પુત્રી સુમિત્રાબેન વિજયભાઈ મહીડા (ઉ. વ.27 રહે. અમદાવાદ) એ આહવા પોલીસ મથકે અક્સ્માત મોત અંગેનો ગુનો નોંધાવ્યો હતો.આ બનાવને પગલે આહવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




