MALIYA (Miyana :માળીયા ( મી.) ચાંચાવદરડા ગામે સગીરાએ ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું

MALIYA (Miyana :માળીયા ( મી.) ચાંચાવદરડા ગામે સગીરાએ ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું
માળીયા મીયાણા તાલુકાના ચાંચાવદરડા ગામે ખ્રીશા પોલીમર્સ કારખાનાની ઓરડીમાં રહેતી સગીરાએ માતા પિતા સાથે ફોનમા વાત કરી પોતાના કામ પરથી ઘેર પાછુ આવવાની વાત કરતા તેના માતા-પિતાએ કામ પરથી ઘરે આવવાની ના પાડતા ઝેરી દવા પી લેતા સગીરાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ માળીયા મીયાણા તાલુકાના ચાંચાવદરડા ગામે ખ્રીશા પોલીમર્સ કારખાનાની ઓરડીમાં રહેતા અને મજુરી કરતા અનીતાબેન કાલુભાઈ મચાર (ઉ.વ.૧૬) નામની સગીરાએ પોતાના માતા પિતા સાથે ફોનમા વાત કરી પોતાના કામ પરથી ઘરે પાછુ આવવાની વાત કરતા તેના માતા પિતાએ કામ પરથી ઘરે આવવાની ના પાડતા જે બાબતે લાગી આવતા પોતે પોતાની જાતે ઝેરી દવા પી જતા સારવાર માટે મોરબી સરકારી હોસ્પીટલમા લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા જેથી આ બનાવ અંગે માળિયા (મીં) પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.






