JUNAGADHMANGROL

માંગરોળના ચાંચવા વાડી વિસ્તારમાં મગર આવતા ભય ફેલાયો,વન વિભાગે મહામહેનતે રેસ્કયુ કયુઁ

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આજરોજ તાલુકો નાળિયેરની ખેતી માટે ખૂબ જ જાણીતો છે. ત્યારે દરિયાઈ પટ્ટી પર આવેલા માંગરોળમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નારિયેળના બગીચાઓ આવેલા છે. વાળી વિસ્તાર અને બગીચાઓમાં જ લોકો વસવાટ કરે છે. ત્યારે માંગરોળના ચાંચવા વિસ્તારમાં બપોરના સમયે એક મહાકાય મગર જોવા મળ્યું હતું.

શહેરની નજીક આવેલા રહેણાક વિસ્તારમાં મગર ચડી આવતા વાડી માલિક તેમજ આસપાસના સ્થાનિકોમાં ભયનો માહોલ સજૉયૉ હતો .ત્યારે વન વિભાગની ટીમને જાણ થતા ટીમે મગરનું રેસ્કયુ કયુઁ હતું.

વાડીમાં અચાનક આવી ચડેલા મગરને જોવા લોકો એકઠા થયા હતા. વાડી માલિકે આ મગરની જાણ તાત્કાલિક વનવિભાગને કરી હતી. જેને લઈ વનવિભાગના અધિકારીઓ તાત્કાલિક વાડી ખાતે દોડી આવ્યા હતા અને મહા મહેનતે રેસ્કયુ કરી મગરને પકડી લઈ ફોરેસ્ટ ઓફિસે લઈ જવામાં આવ્યો હતો. નવાઈની વાત તો એ છે કે આસપાસ 5 કિલોમીટર સુધી કોઈપણ નદી.તળાવ કે ઝરણું આવેલ નથી છતાં રહેણાક વિસ્તારતથી બિલકુલ નજીક મગર ચડી આવતા સ્થાનિકોમાં ભય જોવા મળી રહ્યો છે.

——- રિપોર્ટર વસંત અખિયા માંગરોળ —–

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!