GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લામાં આવેલ (માર્ગ અને મકાન) પેટા વિભાગ, ચીખલી હસ્તક આવેલ વિવિધ માર્ગો ઉપર જંગલ કટીંગની કામગીરી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી જિલ્લામાં નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી, (માર્ગ અને મકાન) પેટા વિભાગ, ચીખલી દ્વારા જાહેર સુરક્ષા તથા માર્ગ પર અવરજવર સરળતાથી થઈ શકે તે હેતુથી નવસારી (માર્ગ અને મકાન) પેટા વિભાગ, ચીખલી હસ્તકના આવેલ રસ્તા બામણવેલ હરણગામ દોણજા રોડ,  વગેરે ઉપર ૮માણસોની અલગ-અલગ ટીમ, ૪ગ્રાસ કટર મશીનરીનો ઉપયોગ કરીને જંગલકટીંની કામગીરી હાથ ધરેલ છે.

આ કામગીરી અંતર્ગત ઝાડ, પાંદડા, ઘાસ વગેરેને હટાવવાની કામગીરી શરૂ કરવામામાં આવી છે, જેથી વાહનવ્યવહાર સરળતાથી ચાલી શકે તેમજ અકસ્માતના બનાવો ન બને. આ કામગીરીમાં રસ્તાની ડામર સપાટી તથા સાઈડ સોલ્ડરમાં ઊગી નીકળેલ ઝાડ, ઘાસ વગેરે અવરોધ ઊભો કરતા ઝાડોને મશીનરી અને ટીમની મદદથી દુર કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!