BHARUCHGUJARATJHAGADIYA

સાંસદ મનસુખ વસાવાએ તાલુકાના પાણેથા ઇન્દોરમાં ખેતીને નુકસાનનો તાગ મેળવ્યો હતો

સાંસદ મનસુખ વસાવાએ તાલુકાના પાણેથા ઇન્દોરમાં ખેતીને નુકસાનનો તાગ મેળવ્યો હતો

{“remix_data”:[],”remix_entry_point”:”challenges”,”source_tags”:[“local”],”origin”:”unknown”,”total_draw_time”:0,”total_draw_actions”:0,”layers_used”:0,”brushes_used”:0,”photos_added”:0,”total_editor_actions”:{},”tools_used”:{“transform”:1},”is_sticker”:false,”edited_since_last_sticker_save”:true,”containsFTESticker”:false}

 

ખેતીવાડી અધિકારીઓને આવા સમયે ઓફિસમાં નહીં બેસી રહેવા અને ઓફિસ બહાર નીકળી નુકસાન વાળા વિસ્તારોમાં પહોંચી સર્વે કરવાની કડક શબ્દોમાં સૂચના આપી.

 

ઝઘડિયા તાલુકા શહીત જિલ્લા ભરમાં ઠેરઠેર થયેલ ભારે વરસાદને લઇને રસ્તાઓ બિસ્માર બનવા ઉપરાંત વિવિધ ખેતીના પાકોને પણ મોટું નુકશાન થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. ત્યારે વિતેલા સમય દરમિયાન ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારો સહિત ઝઘડિયા તાલુકામાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં કેળ સહિતના અન્ય પાકોનું ધોવાણ થતાં ખેડૂતોએ મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. ચાલુ સાલે ફુંકાયેલ વાવાઝોડામાં પણ તાલુકાના ખેડૂતોએ ઉગાડેલ કેળનો પરિપક્વ પાક જમીનદોસ્ત થઇ ગયો હતો.હાલમાં વરસી રહેલ અવિરત વરસાદથી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની સીમમાં પાણી ભરાતા કેળનો પાક જમીનદોસ્ત થઇ જતા ખેડૂતોએ મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ભારે વરસાદને લઇને ખેતરોમાં ઉગાડેલ વિવિધ પાકોનું ધોવાણ થઇ જતું હોય છે. મળતી વિગતો મુજબ હાલમાં થઇ રહેલ વ્યાપક મેઘવર્ષાને લઇને તાલુકામાં કેળના છોડ નીચે પડી જતા ખેડૂતોએ મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. તાલુકામાં કેળ અને શેરડીના પાકનું વિપુલ પ્રમાણમાં વાવેતર થાય છે, ખેતીમાં નુકસાનના કારણે ભરૂચના સાંસદ મનસુખ વસાવા આજરોજ તાલુકાના પાણેથા અને ઇન્દોર ખાતે ખેતીમાં નુકસાનનો તાગ મેળવવા માટે પહોંચ્યા હતા, સ્થળ પરથી જ મનસુખભાઈ વસાવાએ ખેતીવાડી અધિકારીઓનો ઉધડો લીધો હતો અને આવા સમયે ઓફિસની બહાર નીકળી નુકસાન વાળા વિસ્તારોમાં પહોંચી વેરાસર સર્વે કરવાની કામગીરી માટે કડક શબ્દોમાં સૂચના આપી હતી, આ ઉપરાંત એમણે ખેડૂતોને નુકસાનીની વધુ સહાય ચૂકવાય તે માટે સરકારમાં રજૂઆત કરવાની હૈયાધારણ આપી હતી.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!