ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ : વાઘમહુડી ગામે દૂધ મંડળી નજીક ઉભી રહેલા યુવાન પર બે શક્સોએ અગમ્ય કારણોસર કર્યો હુમલો, CCTV માં ઘટના કેદ, મેઘરજ પોલિસ સ્ટેશન ખાતે નોંધાઈ ફરિયાદ 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : વાઘમહુડી ગામે દૂધ મંડળી નજીક ઉભી રહેલા યુવાન પર બે શક્સોએ અગમ્ય કારણોસર કર્યો હુમલો, CCTV માં ઘટના કેદ, મેઘરજ પોલિસ સ્ટેશન ખાતે નોંધાઈ ફરિયાદ

વાઘમહુડી ગામે દુધ મંડળી નજીક આવેલ જય કિરાણા સ્ટોર્સ નામની દુકાને પાન મસાલો ખાવા સારૂ ફરિયાદી ઉભો હતો તે દરમ્યાન આ કામના આરોપીઓ મો.સા લઈ આવી   ફરિયાદી ને મા બેન સામી નઠારી ગાળો બોલી કહેલ કે ગાડી ઉપર બેસી જા તેમ કહી બંને આરોપીઓએ ફરીને શરીરે ગડદાપાટુનો માર મરી નંબર અન્ય બીજા એ તેના હાથમાં કાંડામાં પહેરેલ કડાથી બંને કાનની પાછળ ઈજાઓ કરી મા બેન સામી નઠરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગુન્હો કરવામાં એક બીજાને મદદગારી કરી ગુન્હો કર્યા હતો

સુભાષભાઈ સ/ઓ બદાભાઈ રૂપાભાઈ ડામોર ઉ.વ.૨૩ ધંધો ખેતી રહે.વાઘમહુડી તા.મેઘર જ જી.અરવલ્લીના રહેવાસી જે તા.૨૧/૦૭/૨૦૨૪ ના રોજ સવારના આશરે આઠેક વાગ્યાના સમયે મેઘરજ ખાતે પોતાના મામા ની દુકાને કડીયાકામની મજુરી કામે ગયેલ હતો અને મેઘરજ થી સાંજના આશરે પાંચેક વાગ્યાના સમયે પોતે તથા તેના મામા કાન્તીભાઈ દોલાભાઇ ભગોરા બંને મોટરસાઇકલ લઇને વાઘમહુડી ગામે ગયેલા હતા અને તેના મામા ઘરની આશરે બે કિ.મી દુર રહેતા હોય જેથી પોતાના મામાને તેઓના ઘરે મુકી પરત પોતાના ઘરે જવા નિકળેલ તે દરમ્યાન ગામની દુધ મંડળી નજીક આવેલ જય કિરાણા સ્ટોર્સ નામની દુકાને પાન મસાલો ખાવા સારૂ ઉભો હતો તે વખતે મોબાઇલ ઉપર કલાક.૦૬/૩૯ વાગે ફોન નંબર ૭૮૭૪૯૨૭૪૬૩ ઉપરથી ફોન આવતાં ફોન ઉપાડી તે ભાઇને તેના નામ સરનામા બાબતે પુછતાં તે ભાઇએ તેનુ કોઈ નામ સરનામું જણાવેલ નહી અને તે ભાઇએ જણાવેલ કે તુ ક્યાં છે.તેમ કહેતાં તેઓને જણાવેલ કે હું હાર્દિકની દુકાને ઉભો છુ તેમ કહેતાં તે ભાઇએ ફોન કાપી નાખેલ તે પછી તે મોબાઇલ નંબર ઉપર ફોન કરતાં ફોન સ્વીચઓફ આવતો તે પછી થોડી વારમાં તે માણસો હાર્દિકભાઇની દુકાને બે મોટર સાઇકલ ઉપર પાંચ માણસો આવેલા જે પૈકી એક ભાઈને ઓળખેલ તો તે બાજુના ગામનો ધોલેશ્વર તા. માલપુર જી.અરવલ્લીનો હતો અને તે બોલાચાલી ઝગડો કરવા લાગેલા અને ખેચતાણ કરી તેઓની ગાડી ઉપર બેસાડવાની કોશિષ કરતા હતા તે વખતે શરીરે ગડદાપાટુ નો માર મારવા લાગેલો તે વખતે બુમાબુમ કરતાં નજીકમાંથી પોતાનો ભાઈ હરેશભાઇ બદાભાઇ ડામોર નાઓ આવી ગયેલા તે વખતે સાથેના અજાણ્યા ઇસમે તેના હાથમાં પહેરેલ કડાથી શરીરે માર મારતાં માથા ના ભાગે બંને કાનની પાછળના ભાગે ઇજા થતાં નીચે પડી ગયેલો તે વખતે શરીરે ગડદાપાટુનો માર મારવા લાગેલો. અમારા ગામના બીજા માણસો દોડીઆવી વચ્ચે પડતાં ઉપરોક્ત માણસો તેઓની મોટરસાઇકલો લઇ મા બેન સામી ગાળો બોલી કહેતા હતા કે આજે તો તારા ગામના માણસો આવી ગયેલ છે. જેથી તુ બચી ગયેલ છે પરંતુ હવે પછી જો અમોને એકલ દોકલ મળીશ તો તને જીવતો છોડવાનો નથી તેવી મારી નાખવાની ધમકીઓ આપતા આપતા જતા રહેલા અને શરીરે ઇજાઓ થયેલ હોય જેથી કોઇએ ૧૦૮ ને ફોન આવી જતાં એબ્યુલન્સ ગાડી આવી જતાં ભાભી પ્રિયંકાબેન હરેશભાઇ ડામોર તથા બહેન લક્ષ્મીબેનનાઓ ૧૦૮ ગાડીમાં બેસાડી મેઘરજ સરકારી દવાખાને સારવાર કરાવવા સારૂ લઇ ગયેલા અને સારવાર કરાવેલ અને ડોક્ટર સાહેબે  સારવાર કરી રાત્રીના આશરે નવેક વાગ્યાના સમયે રજા આપતાં  ઘરે આવેલ અને આ સમગ્ર ઘટના અંગે મેઘરજ પોલિસ સ્ટેશન ખાતે જઈને હુમલો કરના શક્સો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી મેઘરજ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

 

 

Back to top button
error: Content is protected !!