GUJARATJUNAGADHJUNAGADH RURAL

વિસાવદર શહેરમાં કનૈયા ચોક થી સરદાર સ્ટેચ્યુ સુધી રસ્તા ઉપર વાહનોની અવરજવર પર પ્રતિબંધ

આરસીસી રોડની કામગીરી શરૂ હોય વાહનો માટે વૈકલ્પિક રુટ જાહેર કરાયો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : વિસાવદર શહેરમાં સરદાર સ્ટેચ્યુ થી કનૈયા ચોક મેઈન રોડ તેમજ રામજી મંદિરથી રેલવે સ્ટેશન સુધી આરસીસી રોડની કામગીરી હાલ ચાલુ છે. જેથી સરદાર સ્ટેચ્યુ થી કનૈયા ચોક મેઈન રોડ સુધીના રસ્તાઓ ઉપર વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ રાખવાનું જાહેરનામું જૂનાગઢ જિલ્લા નિવાસી અધિક કલેક્ટર દ્વારા પ્રસીદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામા મુજબ કનૈયા ચોક થી સરદાર સ્ટેચ્યુ સુધી આવતા જતા વાહનો માટે વૈકલ્પિક રૂટ તરીકે સતાધાર તરફ જતા તમામ વાહનો મોણિયા થઈ સરસઈ ગામથી સતાધાર અને ધારી તરફથી આવતા સતાધાર જતા તરફ જતા વાહનો કાલસારી ગામથી તાલુકા સંઘ થઈ સતાધાર તરફના રૂટ પરથી પસાર કરવાના રહેશે. આ જાહેરનામું તાત્કાલિક અસરથી તારીખ ૧૦/૧૦/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

Back to top button
error: Content is protected !!