તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટ (ઓપીડી) કવરેજને સમાવિષ્ટ કરવાના ફાયદાઓને સમજો

લેખક: ભાસ્કર નેરુરકર, પ્રમુખ – હેલ્થ ઍડ્મિનિસ્ટ્રેશન ટીમ, બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ
હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટ (ઓપીડી) કવરેજ એક આવશ્યક ઘટક તરીકે ઉભરી આવ્યું છે, જે આઉટપેશન્ટ તબીબી ખર્ચ માટે નાણાંકીય સુરક્ષા પ્રદાન કરે છે. પરંપરાગત હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ, જે મુખ્યત્વે હૉસ્પિટલમાં દાખલ થવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેનાથી વિપરીત, ઓપીડી કવરેજ સ્વાસ્થ્ય સંભાળની વિવિધ જરૂરિયાતો, જેમ કે કન્સલ્ટેશન, નિદાન પરીક્ષણો અને નાની-મોટી સારવારને સંબોધે છે. તે માત્ર સ્વાસ્થ્ય સંભાળની પહોંચમાં વધારો જ કરતું નથી પરંતુ ઇન્કમ ટૅક્સ ઍક્ટના સેક્શન 80D હેઠળ ટૅક્સ લાભો પણ પ્રદાન કરે છે, જે તેને સ્વાસ્થ્યના વ્યાપક પ્લાનિંગમાં મૂલ્યવાન ઉમેરો બનાવે છે.
ઓપીડી કવરેજ શું છે?
હેલ્થ ઇન્શ્યોરન્સ લોકોને તબીબી કટોકટી દરમિયાન નાણાંકીય પડકારો સામે સુરક્ષિત કરવા માટે ડિઝાઇન કરેલ છે. આ પૉલિસીઓ વિવિધ પ્રકારની હોય છે, જેમાંથી તમે તમારી વિશિષ્ટ જરૂરિયાતોના આધારે કોઈ એક પસંદ કરી શકો છો, જે તમને અને તમારા પરિવારને કવર કરે છે. જો તમને વાજબી કિંમતની ચિંતા હોય, તો ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર તમને પ્રીમિયમનો અંદાજ લગાવવામાં અને માહિતગાર નિર્ણયો લેવામાં મદદ કરી શકે છે.
ઓપીડી કવરેજ હૉસ્પિટલમાં દાખલ થયા સિવાય થયેલા તબીબી ખર્ચ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આમાં કન્સલ્ટેશન, નિદાન પરીક્ષણો, પ્રિસ્ક્રિપ્શનમાં અપાયેલ દવાઓ અને નાની-મોટી શસ્ત્રક્રિયાઓ શામેલ છે, જેમાં રાત રોકાવાની જરૂર હોતી નથી. ઉદાહરણ તરીકે, નાની સર્જરી અથવા વિશિષ્ટ નિદાન પરીક્ષણને ઓપીડી સુવિધામાં હાથ ધરવામાં આવી શકે છે, જેના પછી દર્દી તે જ દિવસે ઘરે પરત ફરી શકે છે. આવી સારવાર સુવિધાજનક હોય છે, ત્યારે તે મોંઘી પણ હોઈ શકે છે, જે ઇન્શ્યોરન્સ સહાયની જરૂરિયાત પર ભાર મૂકે છે. જો કે, ઘણા સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન આ ખર્ચને કવર કરતા નથી. ઓપીડી કવર આ અંતરને ભરે છે, જે આઉટપેશન્ટ સારવાર માટે આર્થિક રાહત સુનિશ્ચિત કરે છે અને નિયમિત તબીબી ખર્ચનો બોજ ઘટાડે છે.
ઓપીડી કવરેજના ફાયદાઓ
ઓપીડી કવરેજ અસંખ્ય લાભો પ્રદાન કરે છે, જે તેને તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટફોલિયોમાં એક યોગ્ય ઉમેરો બનાવે છે, જેમ કે:
- જાતે કરવા પડતા ખર્ચમાં ઘટાડો
ઓપીડી કવરેજ સાથે, સ્વાસ્થ્ય સંભાળના નિયમિત ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. આનાથી લોકો નાણાંકીય તાણની ચિંતા કર્યા વિના સમયસર તબીબી સંભાળ મેળવી શકે છે. ભલે તે કન્સલ્ટેશન, નિદાન પરીક્ષણ અથવા પ્રિસ્ક્રિપ્શનમાં અપાયેલ દવાઓ હોય, ઓપીડી કવર નાણાંકીય સહાય પૂરી પાડે છે, તેમજ સ્વાસ્થ્યની બહેતર સંભાળ અંગે પ્રોત્સાહન આપે છે.
- વ્યાપક કવરેજ
ઓપીડી ઇન્શ્યોરન્સમાં હૉસ્પિટલમાં દાખલ થયા સિવાય દાંતની સારવાર, આંખની તપાસ, પ્રિવેન્ટિવ સ્વાસ્થ્ય તપાસ અને અમુક રસીકરણ જેવી સેવાઓનો પણ સમાવેશ કરે છે. આ વ્યાપક અભિગમ સ્વાસ્થ્ય સંભાળની સુલભતામાં સુધારો કરે છે અને લોકોને નિયમિત તબીબી તપાસને પ્રાથમિકતા આપવા માટે પ્રોત્સાહિત કરે છે.
- ટૅક્સ લાભ
ઇન્કમ ટૅક્સ ઍક્ટના સેક્શન 80D હેઠળ, ઓપીડી કવરેજ સહિત હેલ્થ ઇન્શ્યોરન્સ માટે ચૂકવેલ પ્રીમિયમ ટૅક્સમાં કપાત માટે પાત્ર બને છે. આનાથી માત્ર ટૅક્સપાત્ર આવકમાં જ ઘટાડો થતો નથી પરંતુ તે લોકોને હેલ્થ ઇન્શ્યોરન્સમાં રોકાણ કરવા માટે પણ પ્રોત્સાહિત કરે છે, જે લાંબા ગાળાની બચત તરફ દોરી જાય છે.
- સુવિધાજનક સ્વાસ્થ્ય સંભાળની પહોંચ
આઉટપેશન્ટ સારવારના ખર્ચ વિશેની ચિંતાઓને દૂર કરીને, ઓપીડી કવરેજ સક્રિય અને નિવારક સંભાળને પ્રોત્સાહિત કરે છે. લોકોની તાત્કાલિક તબીબી સહાય મેળવવાની શક્યતા વધારે છે, જેનાથી નાની સમસ્યાઓ ગંભીર પરિસ્થિતિ બનતા અટકે છે.
ઓપીડી કવરેજ પસંદ કરતા પહેલાં ધ્યાનમાં લેવાના મુખ્ય પરિબળો
- કવરેજમાં મર્યાદા: વિવિધ આઉટપેશન્ટ સારવાર માટે કવરેજની મહત્તમ રકમ તપાસો.
- બાકાત બાબતો: પૉલિસી શું કવર કરતી નથી તે વિશે જાણો, જેમકે બિન-આવશ્યક અથવા પ્રાયોગિક સારવાર.
- પ્રીમિયમ ખર્ચ: અતિરિક્ત પ્રીમિયમ ખર્ચની તુલના તબીબી ખર્ચ પર થનાર સંભવિત બચત સાથે કરો.
ઓપીડી કવરેજ આધુનિક હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનિંગનો અભિન્ન ભાગ બની ગયું છે. નિયમિત તબીબી ખર્ચને કવર કરવાની ક્ષમતા સ્વાસ્થ્ય સંભાળની બહેતર સુલભતા અને સ્વાસ્થ્યના સક્રિય વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપે છે. વધુમાં, સેક્શન 80D હેઠળ ટૅક્સના લાભ લોકોને કોમ્પ્રિહેન્સિવ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે, જે આર્થિક તેમજ સ્વાસ્થ્ય સંભાળ, બંને પરિણામોને શ્રેષ્ઠ બનાવે છે. ઓપીડી કવરેજ સાથે, લોકો સ્વાસ્થ્ય સંભાળની વિશિષ્ટ જરૂરિયાતોના આધારે પોતાની પૉલિસીઓને કસ્ટમાઇઝ કરી શકે છે, જેનાથી તે વાજબી અને સુવિધાજનક હોય એ સુનિશ્ચિત થાય. આ સુગમતા માત્ર અણધાર્યા તબીબી ખર્ચ સામે સુરક્ષા જ આપતી નથી પરંતુ નિયમિત તબીબી ખર્ચ કવર કરવામાં આવે છે તે જાણીને મનની શાંતિ પણ પ્રદાન કરે છે.
જો તમે કરી શકો, તો કૃપા કરીને પરિવાર અથવા યુવાન વ્યક્તિ માટે સુવિધા અને સમય બચાવવાના લાભ અને લાંબી ગંભીર બીમારી ધરાવતી વ્યક્તિ માટે, નિયમિત તપાસની સુલભતા અને બીમારીનું સંચાલન કરવાના લાભનો સમાવેશ કરો.



