AHAVADANGGUJARAT

ડાંગ: ચોમાસાનાં આગમનની સાથે ડાંગ જિલ્લાની પૂર્વપટ્ટીની પર્વતમાળા બાઇક રાઇડરો માટે આકર્ષણનું કેન્દ્ર..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ફરવા માટેનું બેસ્ટ ડેસ્ટિનેશન એટલે ડાંગ જિલ્લાની મનમોહક પ્રકૃતિ..

રાજયનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લો ચોમાસાની શરૂઆત થતા જ શોળે શણગાર સજી ખીલી ઉઠે છે.સાથે ડાંગ જિલ્લો ચોમાસામાં પ્રવાસીઓની પહેલી પસંદ બની રહે છે.ત્યારે હાલમાં ચોમાસાનાં આગમનની સાથે ભરૂચ, વડોદરા ,સુરત જેવા અન્ય જિલ્લાઓમાંથી પ્રકૃતિને નિહાળવા માટે બાઈક રાઇડરોનો ઘસારો થવા માંડ્યો છે.બાઈક રાઈડરોનું આકર્ષણ હવે ડાંગ જિલ્લાની મધ્ય અને પૂર્વપટ્ટીનાં ગામો તરફ ગયુ છે.અહીની હરિયાળી, તેમજ ઊંચા ઊંચા પહાડોની વચ્ચે બાઈક રાઈડનો અનેરો આનંદ આવતો હોવાથી અન્ય જિલ્લાનાં પ્રવાસન સ્થળોનો ક્રેઝ ઘટયો છે.તેમજ ડાંગના પૂર્વપટ્ટીનાં ગામો અને મધ્યના ગામોની હરિયાળીનો આનંદ માણવા તેમજ સાપ જેવા વાંકાચુકા રસ્તાઓ ઉપર પ્રકૃતિને નિહારતા બાઈક ચલાવવાનો અનેરો આનંદ આવતો હોવાથી આકર્ષણ બની ગયું છે.રાઈડની સાથે ધોધ નિહાળવા, વિવિધ જાતના ઝાડ અને વનસ્પતિ તેમજ રસ્તે બેઠેલા દાદીમા તેમજ બાળકો પાસેથી લીધેલા જાંબુ, કરમદાનો આનંદ પણ ઉઠાવે છે.ડાંગ જિલ્લાનાં હનવતચોંડ અને ડોન જેવા ગામોની ઊંચાઈ ,ચિંચલી અને નીમપાડા જેવા ગામો તરફ એકદમ અલગ પ્રકારનો લેન્ડસ્કેપ જોવા મળે છે તો ત્યાં આગળ ફોટોગ્રાફી કરવી બાઇક રાઇડર માટે મુખ્ય ચોઇસ અને આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.રેલી એકસિસ ( RallyAxis) નામનું ભરૂચ અને વડોદરાથી બાઈક રાઈડરોનું એક ગ્રુપ ગતરોજ ડાંગ જિલ્લામાં આવ્યુ હતુ.ગ્રુપના અમિતભાઈ રાણાએ જણાવ્યુ હતું કે અમે દર વર્ષે ડાંગ જિલ્લામાં બાઈક રાઇડરો હેલ્મેટ અને ટ્રાફિકનાં નિયમોનું પાલન કરીને પ્રકૃતિ નિહાળવા આવીએ છે.લીલીછમ પર્વતમાળા અને નયનરમ્ય નજારાનું નજરાણુ ધરાવતું ડાંગ દિવસભર વાદળછાયું વાતાવરણમાં ઝરમર વરસાદી ઝાપટામાં અમો બાઈક રાઈડરોને આનંદ સ્ફુરે છે.ત્યારે અમો બે દિવસની રાઈડમાં સાપુતારાને બદલે પૂર્વ ડાંગમાં અમોને બાઈક રાઈડનો ઘણો આનંદ આવે છે તેમ જણાવ્યું હતુ. આ ઉપરાંત અમિતભાઈએ જણાવ્યું હતુ કે પૂર્વ ડાંગની ઊંચી સહ્યાદ્રિની પર્વતમાળા જોવા અમે ખાસ આવીએ છીએ અને ત્યાંના લેન્ડસ્કેપની ફોટોગ્રાફી કરવા તેમજ ત્યાંની પ્રકૃતિ નિહાળવા અમારા માટે મુખ્ય આકર્ષણનાં કેન્દ્રનું સ્થાન બની ગયુ છે..

Back to top button
error: Content is protected !!