BHARUCHGUJARATJHAGADIYA

આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ ૨૦૨૫ અંતર્ગત શ્રી ગણેશ સુગર ફેક્ટરી, વટારીયા ખાતે વૃક્ષારોપણ કરી ઉજવણી કરવામાં આવી

આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ ૨૦૨૫ અંતર્ગત વૃક્ષારોપણ કરી ઉજવણી કરવામાં આવી

 

સરકાર દ્વારા જાહેર કરાયેલા આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ–૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે, જુલાઇ-૨૦૨૫ના પ્રથમ સપ્તાહ દરમ્યાન સમગ્ર રાજ્યમાં વિવિધ સહકારી પ્રવૃત્તિઓના આયોજન કરવામાં આવી રહ્યા છે. આ અન્વયે, આજે તા.૧.૭.૨૫ના રોજ શ્રી ગણેશ સુગર ફેક્ટરી, વટારીયા ખાતે જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ, ભરુચના સંકલન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમનો આયોજીત કરવામાં આવ્યો. આ પ્રસંગે જિલ્લા રજીસ્ટ્રાર પરેશ કુમાર કણકોટીયા, સંસ્થાના વા. ચેરમેન પુષ્પેન્દ્રસિંહ સુણવા, સભ્ય હરેન્દ્રસિંહ ખેર, ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર અમરસિંહ રણા તથા ફેક્ટરીના અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામ્ય કૃષિ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌની સહભાગીતા હેઠળ પરિસરમાં વિવિધ પ્રકારના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું.

પ્રસંગે જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા ગ્લોબલ વોર્મિંગ, પર્યાવરણીય અસરો તથા વૃક્ષોના મહત્ત્વ વિષે વિસ્તૃત માહિતી આપી. તેમણે જણાવ્યું કે, “દિવસે દિવસે વધતી વસ્તી અને તેજીથી વધતું શહેરીકરણ પર્યાવરણમાં વૃક્ષોની સંખ્યા ઘટાડે છે, જે ગંભીર હવામાન પરિવર્તનનું કારણ બને છે. ઉદ્યોગો, વાહનો અને આધુનિક જીવનશૈલીના કારણે હવામાં કાર્બન ડાયૉક્સાઈડ (CO₂) અને કાર્બન મોનોક્સાઈડ જેવી વાયુઓનું પ્રમાણ વધી રહ્યું છે, જે જીવસૃષ્ટિ માટે હાનિકારક છે. આવી સ્થિતિમાં માત્ર વૃક્ષો જ આવા વાયુઓને શોષી ઓક્સિજનના સ્તર જાળવી શકે છે.”

તેમણે વધુમાં ઉમેર્યું કે, જો અમે આજથી જ જાગૃત ન બનો અને પૃથ્વીને હરિયાળી ન બનાવીએ તો ભવિષ્યમાં ગ્લોબલ વોર્મિંગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. આથી આવનારી પેઢી માટે સ્વચ્છ અને આરોગ્યદાયક પર્યાવરણ છોડવું એ આપણી સામૂહિક નૈતિક જવાબદારી છે. આ પ્રસંગે જિલ્લા રજીસ્ટ્રાર‌ દ્વારા ઉપસ્થિત સૌને ૦૧ જુલાઇથી ૦૬ જુલાઇ ૨૦૨૫ દરમિયાન યોજાનાર “સહકાર સપ્તાહ” દરમિયાન વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા તથા તેમના જતન માટે પ્રતિબદ્ધ રહેવા આહ્વાન કર્યું.

 

ઈરફાનખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!