લદ્દાખમાં 200 ફુટ ઊંડી ખીણમાં ખાબકી પ્રવાસીઓ ભરેલી બસ, 6ના મોત, 27ને ઈજા

કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. લેહથી પૂર્વ લદ્દાખ તરફ જઈ રહેલી બસ 200 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. જ્યાં ડરબુક પાસે બસ ખાઈમાં પડતાં 6 લોકોના મોત થયા હતા. જ્યારે આ અકસ્માતમાં 27 થી વધુ લોકો ગંભીર ઈજાઓ થવા પામી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, જ્યારે બસને અકસ્માત થયો હતો. અને બસમાં ડ્રાઈવર સહિત 33 મુસાફરો સવાર હતા. અને આ બસ લેહના લેમડન સ્કૂલની હતી અને લેહથી ડરબુક તરફ જઈ રહી હતી. જ્યાં આ બસ ડુરબુક પહોંચતા પહેલા જ અકસ્માતનો ભોગ બની હતી. ઘાયલોને જિલ્લા હોસ્પિટલ એસએનએમ લેહમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે તેમાંથી કેટલાક લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે લેહના કમિશનર સંતોષ સુકદેવાએ જણાવ્યું કે, મુસાફરોથી ભરેલી બસ લેહથી પૂર્વ લદ્દાખ તરફ જઈ રહી હતી. તે દરમિયાન આ બસ અકસ્માતનો ભોગ બની હતી. હાલમાં પોલીસ વિભાગની ટીમે રાહત કાર્યમાં જોડાઈ ગઈ છે. ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તબીબોની ટીમ સારવાર આપી રહી છે.





