
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
હાલમાં ગ્રામ્ય બસ સેવા ખૂબ જ અપૂરતી અનિયમિત દોડે છે જેમાં ખરાબ રસ્તા પણ કારણભૂત છે. ખાસ કરીને બસોનું સમારકામ માટે પર્યાપ્ત કુશળ કારીગરો ના હોય વધારે ખરાબી થાય છે.
રવિવારે ધરમપુરથી વાયા ખેરગામ નવસારી જવા ઉપડેલી બસ ૯૯૮૧ નો મુસાફરો માટેનો મહત્વનો દરવાજો તૂટી જતા-ઉઘાડ બંધ નહીં થતાં ખેરગામ ખાતે અટકાવી દઈ ચીખલી સુધીના મુસાફરોને બીલીમોરા ડેપોની બસમાં બેસાડવામાં આવ્યા, અન્ય મુસાફરોને ભારે તકલીફ વેઠવી પડી.
આ બસની ખેરગામના જાગૃત નાગરિકે માહિતી માટે તપાસ કરી તો વચ્ચે અને નીચેના મીજાગરા ખરાબ થયેલા હતા, જેમાં પણ જે પટ્ટી પર મિજાગરા લાગેલા તે ભારે કટાયેલા લાગે છે એટલે કે જૂની બસ હોવી જોઈએ, ખરેખર મુસાફર દરવાજો ખૂબ જ મહત્વનો હોય એની ફ્રેમ સારા સ્ટીલની મજબૂત હોવી જોઈએ, ત્રણે મીજાગરા સારા કાર્યરત હોવા જોઈએ.
ક્રૃ ધારત તો સાવચેતીથી ખોલ બંધ કરવાનું રાખી નવસારી સુધી પણ જઈ શકત પણ મુસાફરો વગર ખાલી ડેપો ભેગા થયા જ્યારે ચીખલી સુધી મુસાફરોને બીલીમોરાની બસ નંબર ૫૬૪૬ માં બેસાડવામાં આવ્યા જે બસ દશેરા ટેકરીથી ઝંડા ચોકબજારમાં થઈને જવાના બદલે બાયપાસ કેમ ગઈ તે તપાસનો વિષય છે. વિભાગીય નિયામક અને ધરમપુર ડેપો મેનેજર વાયા બામટી ભૈરવીથી દોડતી બસોને આંબેડકર વર્તુળથી મહાત્મા ગાંધી વર્તુળ સુધી લઈ જઈ ત્યાંથી ઝંડા ચોક બજારમાં થઈને જ જાય તે પ્રમાણેના આદેશ કરે તેવી ગામ લોકોની માંગ છે. ઘણી બસ મુખ્ય બસ સ્ટેન્ડ દશેરા ટેકરીના બદલે વાયા હાઇસ્કુલ બાયપાસ દોડી બજાર ઝંડા ચોક
ના મુસાફરોને રઝળાવે છે. નવસારી સુરત જનારા બસના મુસાફરો માટે દશેરા ટેકરી અને આંબેડકર વર્તુળ બે અલગ જગ્યાએથી જાય છે જે બધાની દશેરા ટેકરીથી જ અવરજવર કરાવવી જોઈએ, જે માટે ખેરગામ મામલતદારને પણ રજૂઆતો થયેલી છે.


