
લલીતભાઈ નિમાવત
જોડીયા તાલુકાના પડાણા ગામે તારીખ21.12..24. ના રોજ જોડિયા તાલુકા રાજપુત ક્ષત્રિય સમાજ દ્વારા સરસ્વતી સન્માન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં ધોરણ5 થી12.ના પ્રથમ એક થી ત્રણ નંબરે આવેલ વિદ્યાર્થીઓ ને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવશે તેમજ એક થી ચાર ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપી બિરદાવા માં આવશે તેમજ જોડીયા તાલુકાના રાજપુત સમાજના જે 15 ગામમાંથી જે ભાઈ બહેનોએ સરકારી નોકરી મેળવી હોય અને જેઓને પ્રમોશન મળ્યું હોય અથવા નોકરીમાંથી નિવૃત થયેલ હોય તેમને પણ શીલ્ડ આપીને સન્માનિત કરવામાં આવશે. ઉપરોક્ત કાર્યક્રમના મૂળ પડાણા ગામના વતની જે એમ જે ગ્રુપના એમડી દાતાશ્રી મયુર ધ્વજ સિંહ એ ઉપરોક્ત સમારોહનો તમામ ખર્ચ ઉપાડવાની જવાબદારી પણ લીધી છે આ કાર્યક્રમ બાદ ભોજન સમારંભ નું આયોજન કરવામાં આવેલ છે આ સંપૂર્ણ સમારોહની આર્થિક જવાબદારી મયુર ધ્વજ સિંહ જાડેજા એ સ્વીકારી છે આતકે જોડીયા તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજના પ્રમુખ અરવિંદસિંહ જાડેજા.. ( ભાઈજી ) ઉપપ્રમુખ સહદેવ સિંહ જાડેજા ( ટીંબ ડી) મંત્રી શ્રી ઘનશ્યામસિંહ જાડેજા ( અંબાલા) તેમજ મીતરાજસિંહ જાડેજા સહિતના રાજપુત અગ્રણીઓ ની યાદીમાં જણાવેલ છે.



