BANASKANTHAPALANPUR
ગાંધીનગર ખાતે જીવન પવૅ તથા સમાધિ પૂજન સમારોહ યોજાયો

18 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
દશનામ ગોસ્વામી સમાજના સ્વ. શિવગીરી લલ્લુગીરી ગોસાઈ। પરિવાર બોરીજ દ્વારા રવિવારે જીવન પવૅ તથા સમાધિ પૂજન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહેસાણા, ગાંધીનગર,સાબરકાંઠા,પાટણ-બનાસકાંઠા
અમદાવાદ સહિત ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાંથી દશનામ ગોસ્વામી સમાજ ના પદાધિકારીઓ આગેવાનો શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. મહંતશ્રી અમરભારતીજી કમાણા મઠ, મહંતશ્રી કાર્તિકપુરી થળી મઠસહિત સંતો મહંતો એ આશિર્વચન પાઠવ્યા હતાં. બોરીજ મઠ ના અગ્રણી શંકરગીરી ગોસાઈ, કપિલાબેન ગોસાઈ સહિત તમામ પરિવારે મહેમાનો, સંતો મહંતો ને આવકારી વિશિષ્ટ સન્માન કર્યું હતું.તસ્વીર અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ




