GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ગ્રામ્ય પાણી પુરવઠા યોજના અન્વયે રાજકોટ તાલુકાના રૂ. ૧૩.૬૦ લાખના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી

તા.૧૧/૪/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: સરકારના ઓગ્મેન્ટેશન ઇન જનરલ રૂરલ એરીયા કાર્યક્રમના અમલીકરણ માટે રાજકોટ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ કાર્યરત છે. જેની બેઠક ગત તા. ૨૮ માર્ચના રોજ કલેક્ટરશ્રી પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં ગ્રામ્ય પાણી પુરવઠા યોજના અન્વયે રાજકોટ તાલુકાના રૂ. ૧૩,૬૦,૭૮૬ના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે. જેમાં ગોલીડા ગામમાં રૂ. ૩,૦૨,૫૮૦ના ખર્ચે અને કુવાડવા ગામમાં રૂ. ૧,૦૭,૩૫૧ના ખર્ચે હયાત બોર પર પમ્પીંગ મશીનરી, સરધાર ગામમાં રૂ. ૨,૧૦,૯૦૦ના ખર્ચે ૧૧૦ મી.મી. પી.વી.સી. ૫૦૦ મીટર મેઈન પાઈપલાઈન, ચિત્રાવાવ ગામમાં રૂ. ૬,૩૮,૯૦૦ના ખર્ચે ૧૧૦ મી.મી. પી.વી.સી. ૯૦૦ મીટર મેઈન પાઈપલાઈન, હિરાસર ગામમાં રૂ. ૧,૦૧,૦૫૫ના ખર્ચે હયાત બોર પર પમ્પીંગ મશીનરી તથા લાઈટ કનેક્શન, એમ કુલ રૂ. ૧૩,૬૦,૭૮૬ ના ખર્ચે આગામી દિવસોમાં કામગીરી થશે, તેમ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!