વડગામ તા.પં.કમૅચારી ધિ.ગ્રા.સ.મંડળી ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

28 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ગુજરાત પ્રદેશ ભાજપ પદાધિકારી,મોરબી પ્રભારી ડૉ. હિતેશભાઈ ચૌધરી,બનાસ બેંક ચેરમેન ડાહ્યાભાઈ પિલિયાતર ની પ્રેરક ઉપસ્થિતિમાં, ચેરમેન કાંનજીભાઈ ચૌધરી ની અધ્યક્ષતા માં વડગામ તાલુકા પંચાયત કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની 62મી વાર્ષિક સાધારણ સભા શનિવારે મગરવાડા ખાતે ચૌધરી સમાજ વાડી સંકુલ ખાતે યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યાં હતાં. બેઠક ના પ્રારંભ માં મેનેજર અભેરાજભાઈ ચૌધરી એ એજન્ડા મુજબ ગતસભા નું પ્રોસિડીગ વાંચી સંભળાવ્યું હતું અને આવક જાવક ના હિસાબો સહિત વહિવટી પ્રકિયા ના મુદ્દાઓ ની ચર્ચા વિચારણા કરતાં સભાસદો દ્વારા સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. ઉપરાંત આગામી સમય માટે ચેરમેન તરીકે અમૃતભાઈ પરમાર, વા.ચેરમેન હરગોવનભાઈ પ્રજાપતિ, આં.ઓડિટર અજીતસિંહ સોલંકી તલાટી કમ મંત્રી ધવલભાઈ ચૌધરી, વિજયભાઈ પરમાર ની બિન હરીફ વરણી કરવામાં આવી હતી.વિશેષ માં બનાસ બેંક ચેરમેન ડાહ્યાભાઈ પિલીયાતર , ગુ.પ્ર.ભાજપ અગ્રણી મોરબી પ્રભારી ડૉ. હિતેશભાઈ ચૌધરી ના હસ્તે મંડળીની મોબાઈલ એપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.તસ્વીર અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ





