
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
વર્ષોના વાયદા અધૂરા : પીસાલ અને ઇપલોડા ગામને જોડતી નદી પર પુલની માંગ સાથે ગ્રામજનો દ્વારા નદીમાં રામધૂન બોલાવી તંત્ર ને જગાડવા પ્રયાસ
મેઘરજ તાલુકાના છેવાડે આવેલ પિસાલ ગામ આઝાદી ના આટલા વર્ષો પછી પણ વાત્રક નદી પર ઇપલોડા ગામ ને જોડતા પુલ થી વંચીત
મેઘરજ તાલુકા નુ પિસાલ ગામ આઝાદીના આટલા વર્ષો પછી પણ તાલુકા મથકે પહોંચવા માટે પાકો રોડ અને નદી ઉપર પુલ થી વંચીતછે સરકાર દ્વારા વિકાસની મોટીમોટી વાતો કરવામાં આવેછે પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર લોકો હજુ પણ પાકા રસ્તા અને પુલની રાહ જોઈ બેઠા છે પિસાલ ગામના લોકો હવે ચૂંટણી ટાણે ઠાલા વચનો આપી જતા નેતાઓને પણ સબક શીખવાડવાના મૂડમાં છે
મેઘરજ તાલુકાના પીસલ ગામે તાલુકા મથકે જવા માટેનો આ એક જ રસ્તો આવેલો છે પરંતુ આ રસ્તો હજુ સુધી એક વાર પણ પાકો થયો નથી સરકાર દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ
આ ગામમાં અનેક સમસ્યાઓ થી ઘેરાયેલું છે આ ગામની વર્ષો જૂની પુલની માંગણી પણ અધ્ધરતાલ છે ચૂંટણી ટાણે નેતાઓ વોટની માગણી માટે આવી મોટામોટા વચનો આપતા હોય છે પરંતુ પછી તે નેતાઓ ક્યાં ખોવાઈ જાય છે કે અહીં ફરકતા પણ નથી ,ચોમાસામાં આ ગામના લોકોને રાશન માટે પણ ૨૫ કિલોમીટર ફરીને જવું પડે છે .જો આ ગામની સમસ્યાઓનો હલ લાવવામાં નહિ આવે તો આ લોકોએ મક્કમ નિર્ધાર કર્યો છે કે આવતી વિધાન સભાની ચૂંટણી નો સંપૂર્ણ બહિષ્કાર કરીશું
ગ્રામ જનોએ વધુમાં જણાવ્યુ હતુ કે અમારી મુખ્ય જરૂરીયાત પિસાલ ગામ થી ઇપલોડા હાઇવે રોડ સુધી નો પાકો રસ્તો અને વચ્ચે આવતી વાત્રક નદી પર પુલ નીછે પરંતુ રાજ્ય સરકારને વર્ષોથી પત્રો દ્વારા તેમજ રૂબરૂ મુલાકાતો કર્યા છતાં આજ દીન સુધી મુખ્ય રસ્તાનુ અને પુલ નુ કામ અધ્ધર તાલેછે.જેને લઇ ગ્રામજનો એ પીસાલ પાસે આવેલ વાત્રક નદી પર 100 જેટલા લોકો એ બેસીને રામ ધૂન બોલાવી સુત્રોચાર કરી તંત્ર ને જગાડવા માટે આહવાન કયુઁ છે સાથે જો હવે માંગ નહિ સંતોષાય તો આંદોલન ની ચીમકી અને ચૂંટણી બહિષ્કાર કરવા મક્કમ બન્યા છે







