હાલોલ:ગુજરાત સ્થાપના દિવસની શારદા વિદ્યા મંદિર શાળામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

રિપોર્ટર. કાદિર દાઢી. હાલોલ
તા.૧.૫.૨૦૨૫
આઝાદી બાદ 1 મે 1960 ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યનું વિભાજીત કરવામાં આવ્યા.ત્યારથી જ સમગ્ર રાજ્યમાં 1 મે એ ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે.ગુજરાત ગૌરવ દિવસ આજે 65 મો સ્થાપના દિવસ,રાજ્ય પર્વ રાજ્ય મહોત્સવ તરીકે ઉજવાઈ રહ્યો છે ત્યારે યજમાન જિલ્લા પંચમહાલ જિલ્લા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રકૃતિ પાવાગઢ અને પરિશ્રમનો ત્રિવેણી સંગમ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો તેમાં સહભાગી બનવા આજે શારદા વિદ્યા મંદિર ખાતે પણ ગુજરાત ગૌરવ દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળાના અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમના આચાર્ય,શિક્ષકો, ટ્રસ્ટીઓ ,વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે આ ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.ગુજરાતના વિવિધ જિલ્લાઓ તથા તેમની વિશેષતાઓ દર્શાવતી ભવ્ય રંગોળી શાળામાં બનાવવામાં આવી હતી,તેના દ્વારા લોકોમાં ગુજરાત રાજ્ય અને તેની ભવ્ય વિશેષતાની માહિતી પહોંચાડવામાં આવી હતી.







