BAYAD

નવનિર્મિત સાઠંબા તાલુકાના ઓઢા ગામે જેટકો કંપનીને ફાળવાયેલી જમીન ના મુદ્દે ગ્રામજનો આકરા પાણીએ

કિરીટ પટેલ બાયડ સાઠંબાના ઓઢા ગામનો જેટકો જમીન વિવાદ વકર્યોઃગ્રામજનો ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને સાથે લઈ મુખ્યમંત્રી કાર્યાલય પહોંચ્યા ગ્રામજનોની જાણ બહાર આ કાવતરું રચાયું હોવાનો આક્ષેપ

*જેટકો કંપની દ્વારા જમીન સફાઈનું કામ હાથ ધરાતાં ઓઢા ગ્રામજનોને જમીન ફાળવી દેવાયાની જાણ થતાં ચોંકી ઉઠ્યા*

સાઠંબા તાલુકાના ઓઢા ગામે ગ્રામજનોને અંધારામાં રાખી ગ્રામ પંચાયતે સબ સ્ટેશન માટે જેટકો કંપનીને જમીન ફાળવી દેવાયાના આક્ષેપો વચ્ચે ઓઢા ગ્રામ પંચાયતના ગ્રામજનોનો રોષ વધુ ભભુકી ઉઠ્યો છે..
તાજેતરમાં જેટકો કંપનીના એન્જિનિયર તથા કોન્ટ્રાક્ટર ફાળવાયેલી જમીન સાફ કરવા આવતાં ગ્રામજનોને આ જમીન ફાળવી દેવાયાની જાણ થઈ હતી.
ઓઢાના ગ્રામજનોએ પરિસ્થિતિને પામી તપાસ કરતાં આ જમીનના ઠરાવમાં ગ્રામ પંચાયતના તમામ સભ્યોને પણ વિશ્વાસમાં લેવામાં આવ્યા ના હોવાનો આક્ષેપ કર્યો હતો.
સાથે સાથે ગ્રામસભામાં ઠરાવ કર્યા વગર આ જમીનનો ઠરાવ આપી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ બાબતે ગ્રામજનોએ તાત્કાલિક બાયડ-સાઠંબા તાલુકાના લોકપ્રિય ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને જાણ કરતાં ધારાસભ્ય ધવલસિંહ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. અને ગ્રામજનોની રજૂઆત સાંભળી હતી.
ગ્રામજનોની રજૂઆત સાંભળ્યા બાદ સમસ્યા યોગ્ય લાગતાં ગ્રામજનો બીજા દિવસે ગાંધીનગર પહોંચ્યા હતા બાયડ – સાઠંબાના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને સાથે રાખી ગાંધીનગર પહોંચી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ રજૂઆત કરી જેટકો દ્વારા આરંભાયેલું સબ સ્ટેશનનું કામ રોકી દેવા રજૂઆત કરી હતી.
વધુમાં ઓઢા ગ્રામ પંચાયતના નાગરિકોએ જણાવ્યું હતું કે જો આ સબ સ્ટેશનને ફાળવાયેલી જમીનનો ઠરાવ રદ કરી જમીનની યથાવત સ્થિતિ જાળવી રાખવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!