BAYAD
બાયડ તાલુકાના રડોદરા મુકામે યોજાયેલ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નમાં બે એસટી બસ ગ્રાઉન્ડમાં ફસાતા વહીવટી તંત્રએ 120 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા

કિરીટ પટેલ બાયડ
હાલમાં સમગ્ર અરવલ્લી જિલ્લામાં ભારે વાવાઝોડા અને વરસાદના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોને ભારે અસર થવા પામી છે. ભારે વરસાદ અને પવનની પરિસ્થિતીના પગલે જિલ્લામાં ભારે અસર થઈ છે. આજ પરિસ્થિતિને કારણે બાયડ ખાતે યોજાયેલ સમૂહ લગ્નમાં આવેલી 2 બસ ગ્રાઉન્ડ પર ફસાયેલી હતી. જેમાં અંદાજીત 120 માણસ અટવાયેલા હતા. પ્રાંત અધિકારીશ્રી સહિતના સ્થાનિક તંત્રની મદદથી બસને બહાર કાઢી તમામ લોકોને શું સલામત પરત પહોંચાડવામાં આવેલ છે
બાયડ તાલુકાના વડોદરા મુકામે યોજાયેલ સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન ઉત્સવમાં પણ વરસાદી વિઘ્ન ઉભું કર્યું હતું. વાવાઝોડું તેમજ વરસાદે તાંડવ સંસ્થા મંડપના લીલી લીરા ઉડી ઉડી ગયા હતા
કેટલાક લોકોને નાની મોટી ઇજાઓ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ભયંકર વરસાદ તેમજ વાવાઝોડા ના લીધે લોકોમાં નાશ ભાગ મચી જવા પામી હતી
૦૦૦




