અમદાવાદ થી લંડન પ્લેન ક્રેશ મામલો : કૈલાશબેન નો મૃતદેહ સુરક્ષા સાથે બાયડ ખાતે લવાયો,પાર્થિવ દેહ પંચમહાભૂત માં વિલીન થયો

અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અમદાવાદ થી લંડન પ્લેન ક્રેશ મામલો : કૈલાશબેન નો મૃતદેહ સુરક્ષા સાથે બાયડ ખાતે લવાયો,પાર્થિવ દેહ પંચમહાભૂત માં વિલીન થયો
અમદાવાદ થી લંડન પ્લેન ક્રેશ માં 241 જેટલા મુસાફરો ના કમનસીબે મોત નીપજ્યા હતા જેને લઇ પરિવારો પર આફત આવી પોહચી હતી અને મૃતદેહો ની હાલત એવી હતી કોણ કોનું માણસ છે એ પણ ઓળખી શકાય તેમ ન હતું. આખરે મૃત દેહની ઓળખ માટે DNA ટેસ્ટ કરવાની ફરજ પડી હતી અને એક એક કરી પરિવારજનો ના સેમ્પલ લેવામાં આવ્યા હતા. અને ત્યાર પછી DNA મેચ થતા પરિવારજનો ને મૃત દેહ આપવામાં આવી રહ્યાં છે. પ્લેન ક્રેશમાં અરવલ્લીના કમનસીબ 3 મહિલાઓ પણ મોત નીપજ્યા હતા જેમાં બાયડ ના કૈલાશ બેન ધીરુભાઈ પટેલ નો ડીએનએ મેચ થયો હતો અને તંત્ર દ્વારા પરિવારજનો ને મૃતદેહ સોપાયો હતો.સુરક્ષા સાથે મૃતદેહ વતન બાયડ ખાતે લવાયો હતો મૃત દેહ માદરે વતને પહોચતા સૌ કોઈ લોકો ભાવુક બન્યા હતા મૃતક કૈલાશ બેન ને અંતિમવિધિ માટે લઈ જવાયા હતા વાત્રક નદીના કિનારે ધારેશ્વર સ્મશાન ખાતે અંતિમ તેમની અંતિમ વિધિ કરાઈ હતી આમ બાયડના કૈલાશ બેન પટેલ નો પાર્થિવ દેહ પંચમહાભૂત માં વિલીન થયો હતો





