HALVAD- હળવદમાં ગોડાઉનમાં ગેરકાયદેસર સંગ્રહ કરેલ ખાતરનો જથ્થો ઝડપાયો

HALVAD- હળવદમાં ગોડાઉનમાં ગેરકાયદેસર સંગ્રહ કરેલ ખાતરનો જથ્થો ઝડપાયો

હળવદમાં સરકારી સબસીડીના યુરીયા ખાતરનો ૧૪૩૭ થેલી જેટલો મોટો જથ્થો પકડી પાડી પોલીસે એક શખ્સ સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત પોલીસે આગળની ઊંડાણપૂર્વકની તપાસ પણ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પીઆઈ આર.ટી.વ્યાસની ટિમે હળવદ મોરબી ચોકડી પાસે કચ્છ ફુટ માર્કેટ સામે અક્ષર એગ્રીકલ્ચર એન્જી. વર્કસ લખેલ ગોડાઉનમાં રેડ કરી ખેતીવાડી અધિકારીને સાથે રાખી ગોડાઉનમાંથી યુરીયા ખાતરની થેલી કુલ ૩૬૯ નંગ કિ.રૂા. ૯૮૩૩૯/- તથા ટ્રકમાં રહેલ યુરીયા ખાતરની સફેદ થેલી ૭૦૦ કુલ
કિ.રૂ.૧,૮૬,૫૫૦/- તથા ન્યુરો પોર્ટસ ખાતરની થેલી કુલ ૧૧૮ કિ.રૂ.૨,૦૬,000/- કૃભકો ખાતરની પ્લા.ની થેલી નંગ રપ0 કિ.રૂ. ૬૬૬૨૫/- એક ટ્રક રજી GJ-39-T-7104 કિ.રૂા. ર0,00,000/- સાથે કુલ કિ.રૂા. રપ,પર,૧૧૪ નો મુદામાલ પકડી ગોડાઉન સંચાલક અજય રાવલ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ કામગીરી કરનાર અધિ/કમમચારીઓ આર.ટી.વ્યાસ પોલીસ ઇન્સ્પેકટર હળવદ પો.સ્ટે, તર્થા પો.સબ.ઇન્સ. કે.એચ.અંબારીયા તર્થા એ.એસ.આઇ. અજીતસિંહ
નટુભા સિસોદીયા, તથા પો.હેડ.કોન્સ. દિનેશભાઇ હનાભાઇ બાવળીયા, વિપુલભાઇ સુરેશભાઇ ભદ્રાડીયા તર્થા પો.કોન્સ મનોજભાઇ ગોપાલભાઇ પટેલ, પો.કોન્સ હર વિજયસિંહ કિરિટ સિંહ તથા પો.કોન્સ મનસુખભાઇ રવજીભાઇ ચાવડા વગેરે સ્ટાફના માણસો ઉપરોક્ત કામગીરીમાં રોકાયેલ હતા.











