જંબુસર બીએપીએસ મંદિર ખાતે રામાયણ એક બૃહદ કુટુંબ કથા પારાયણ નો પ્રારંભ કરાયો
આજના આધુનિક યુગમાં અનેક પ્રકારની સમસ્યાથી કેટલાય પરિવારો ઘેરાયેલા છે.અને તેના પ્રશ્નોના સચોટ સમાધાન માટે પ્રગટ ગુરુહરી મહંત સ્વામીજી ની પ્રેરણા અને સાધુ ભાગ્યસેતુદાસ સ્વામીજીના માર્ગદર્શન આધારે જંબુસર બીએપીએસ સંતો જ્ઞાનવીરદાસ સ્વામી તથા યશોનિલય સ્વામી દ્વારા જંબુસર ક્ષેત્રના પરિવાર માટે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના 132 માં પ્રાગટ્ય પર્વ નિમિત્તે મંદિર ખાતે રામાયણ એક બૃહદ કુટુંબ કથા પર ચતુર્થ દિવસીય સત્સંગ પારાયણનો પ્રારંભ કરાયો હતો.
જેમાં વ્યાસપીઠ પરથી પૂજ્ય આદર્શ સ્વરૂપ સ્વામીજીએ આજના આધુનિક યુગમાં શાસ્ત્રો કેટલા ઉપયોગી છે.આ ટેકનોલોજીનો યુંગ છે. માનવ મનમાં વિચાર આવે તેની માહિતી તરત મળે છે. જેથી ધીરજ ખુટી છે, દરેક ઘરમાં રામાયણ ગ્રંથ હોવો જોઈએ સનાતન મૂલ્યવાન ગ્રંથોની મૂલ્યતા ઘટી છે, જેને લઇ કેવું વર્તવું તે આપણે ભૂલી ગયા છે. આપણા શાસ્ત્રો ત્રણે કાળમાં ઉપયોગી છે. તેમ જણાવી સોનાના સિક્કાનો પ્રસંગ વર્ણવી ભારતીય સંસ્કૃતિના શાસ્ત્રો સોનાના ખજાના જેટલું મહત્વ ધરાવે છે.કર્મના સિદ્ધાંતની વાત કરી સારા નરસા કર્મનું ફળ જરૂર મળે છે. તેમ કહી રામાયણ કાળના કંઈકઈ અને મંથરાનો પ્રસંગ જણાવી મંથરા વૃત્તી અંગે સ્વામિનારાયણ ભગવાનના સમયના જીવા ખાચર અને વસતા ખાચરનો પ્રસંગ વર્ણવી સત્સંગમાં આપણે શીખવાનું છે. તે જણાવી કામ, ક્રોધ, લોભ એ નર્કના દ્વાર કહ્યા છે. માટે પરિવારમાં સંપ, શૃહદભાવ,એકતા લાવવા જણાવ્યું હતું. ઘરે ઘરે કુસંગે પ્રવેશ કર્યો છે, આપણા સગા સંબંધી કુટુંબ વિરુદ્ધ કોઈ વાત કરે તો સમજીને વર્તવું કાચા કાનના નહીં થવા કહ્યું હતું. રામાયણ એક પારાયણ નથી આ એક સંસ્કાર છે. રામાયણના પાત્રો નવીન ઉર્જા સાથે આદર્શ પિતા ની વાત પ્રસંગ સાથે સમજાવી બાળકને જેવા સંસ્કાર, વિચાર, વાતાવરણ મળે તે રીતે બાળક બને છે તેમ કહી રખુબા વિનોબા નો પ્રસંગ વર્ણવ્યો હતો. દશરથ રાજા નો પ્રસંગ જણાવી આદર્શ પિતા કોને કહેવાય તે સમજાવી પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ, પૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રસંગો જણાવી દરેકે માફી માગવી અને આપવી જોઈએ આ સહિત રામાયણ ગ્રંથ આધારિત, શાસ્ત્ર આધારે સુંદર કથાનો લાભ રસાળ શૈલીમાં આપ્યો હતો
રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ .




