BHAVNAGAR CITY / TALUKOMAHUVA
ખેતી વાડીમાં વીજ સમય વધારવા ની માંગણી કરતા કિસાન એકતા સમિતિ ના પ્રમુખ

રિપોર્ટર યોગેશ કાનાબાર રાજુલા
ખેતી વાડીમાં વીજ સમય વધારવા ની માંગણી કરતા કિસાન એકતા સમિતિ ના પ્રમુખ
પી. જી .સી.વી એલ દ્વારા હાલમાં ખેતીવાડીમાં આઠ કલાક વીજળી આપવામાં આવે છે. હાલ ઉનાળાનો સમય હોવાથી પાણીનાં તળ ઉડા ગયેલા હોય તેથી પાણી ઓછુ મળતુ હોય છે. જેના કારણે ખેડુતો આઠ કલાકમાં પાકમાં પુરતુ પિયત આપી શકતા નથી. આ કારણેસર ઉભો પાક સુકાઈ જાય છે. અને પાક જતો કરવાનો વારો પાણ આવે છે હાલ ખેતીવાડીમાં આઠ કલાક પાવર આપવામાં આવે છે. તેની જગ્યાએ દસ કલાક કરી આપવામાં આવે તો અમરેલી સંસદીય વિસ્તારના મહુવા, સા,કુંડલા, રાજુલા તાલુકાઓમાં હાલમાં મોટા પ્રમાણમાં ડુંગળી, બાજરી, તલ ધવ શાક ભાજી વિગેરે પાકો ઉભા છે આ બાબતે કિસાન એકતા સમિતિ મહુવા ના પ્રમુખ વિઠલભાઈ સોલંકી એ અમરેલીના સાંસદ ભરત સુતરીયા ને તેમજ
રાધવજી પટેલ કૃષિમંત્રી ગાંધીનગર એક પત્ર દ્વારા લેખિત માં જણાવેલ છે





