BIRTHDAY

વિભાબેન મેરજા નાં જન્મ દિવસની “બા” નું ઘર વૃધ્ધાશ્રમ ખાતે સેવાકીય ઉજવણી કરશે

“બા” નું ઘર વૃધ્ધાશ્રમના પ્રમુખ અને માનવ કલ્યાણ મંડળ-ગુજરાત ના સ્થાપક અને સેવાભાવી વિચારધારા વાળા શ્રીમતિ વિભાબેન મેરજા નાં જન્મ દિવસ 01.સપ્ટેમ્બર 2024 ના રોજ દર સાલની જેમ આ વખતે પણ “બા” નું ઘર વૃધ્ધાશ્રમ ખાતે સેવાકીય પ્રવૃતિઓ થકી ઉજવણી કરશે. સેવા પરમો ધર્મ, જેનો મંત્ર છે, તેવા આરોગ્યકર્મી અને સમાજ સેવક જાણીતા ઉધોગપતિ વલ્લભભાઈ કટારીયાના સુપુત્રી શ્રીમતિ વિભાબેન મુકેશભાઈ મેરજા તેમના જન્મ દીવશે અનોખી રીતે ઉજવી સમાજને નવો રાહ બતાવશે, જન્મદિવશે આખો દિવસ મહિલા વૃધ્ધાશ્રમમાં આખા દિવશનો તમામ ખર્ચ આપશે, સાથે સાથે એક મેડીકલ કેમ્પ કરી તમામને આરોગ્ય તપાસ, નિદાન અને જરૂરી દવાઓ, વસ્ત્રદાન, પાણીની બોટલ, ટોવેલ વગેરે આપશે. અને આરોગ્ય વિષયક શિબિર દ્વારા સરીરમાં થતાં રોગો કેમ રોકી સકાય તે સમજાવવામાં આવશે, જીવદયા માટે કુતરાને રોટલા, પક્ષીઓને ચણ, પણ નાખવામાં આવશે, આમ ૫૧૦૦૦/- નું સેવાદાન પોતાના જન્મદિવશે કરી સમાજને સેવાનો સાચો રસ્તો બતાવનાર વિભાબેન હાલ જીલ્લા પંચાયત ખાતે પોતાની આવશ્યક ફરજ બજાવે છે. સાથે સાથે અખિલ ભારતીય કુર્મી ક્ષત્રિય પાટીદાર મહાસભા, માનવ કલ્યાણ મંડળ, સમસ્ત પાટીદાર સમાજમાં ટ્રષ્ટી છે. અને તેમજ મહિલાઓની કામકાજના સ્થળે થતી જાતીય સતામણી સમિતિમાં સભ્ય, અને ક્રાઈમ બ્રાંચમાં પણ સેવાઓ આપે છે. આજ તેઓને દીર્ઘાયુ માટે ચોમેર થી અભિનંદન મળી રહ્યા છે. વિભાબેન મેરજા મો- ૯૪૨૮૧૫૬૬૪૦,  સાંસદ અનેક મહાનુભાવોએ ખુબ ખુબ  શુભેચ્છા પાઠવી છે,  “મારૂ કર્મ એજ અમારો ધર્મ” અનુસાર  બીજી અનેક અનોખી સેવાઓની વણજાર પણ ચાલુ છે. પિંક ઓટો રીક્ષાનાં પ્રણેતા અને ગુજરાતભર માં સર્વ પ્રથમ પિંક ઓટો રીક્ષા મુખ્યમંત્રીનાં હસ્તે  લોકાર્પણ કરાવનાર અને અનેક સેવાકીય એવોર્ડ મેળવનાર વિભાબેન કહે છે. મારો ધર્મ અને કર્મ લોકોને કેમ કરીને મદદરૂપ થઈ શકું તે છે. આ સેવા કાર્યોમાં મારા પતી મુકેશભાઇ મેરજા, મારો પુત્ર સૃજલ અને સંસ્થાના પ્રમુખ ગીતાબેન અને આખી ટીમ મને પુરે પુંરો સહકાર આપે છે.

Back to top button
error: Content is protected !!