મોરબી જિલ્લા કલેકટર અને પોલીસ વડા નજર સામે જ ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા નિયમોના લીરે લીરા, અધિકારીઓ મૌન !!!
અંગૂઠા છાપ નેતાઓની નીચે ભણેલ ગણેલ અધિકારીઓ આજે દબાઈ ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે.

છેલ્લા ત્રણ વર્ષથી દેશની આન-બાન અને શાન એવા તિરંગાનું ખુલ્લેઆમ અપમાન થઇ રહ્યું છે ત્યારે આઇ.એસ., આઇ.પી.એસ. દરજ્જાના અધિકારીઓ પણ મૌન સેવી લીધું હોય તેવું લાગી રહ્યું છે. અંગૂઠા છાપ નેતાઓની નીચે ભણેલ ગણેલ અધિકારીઓ આજે દબાઈ ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે. ખરેખર માતા-પિતાએ કે કોઈ બાળકે જોયેલા સપના આઈએએસ કે આઈપીએસ બન્યા બાદ દેશની સેવા કરવાના હોય છે. દેશના તિરંગાની આન-બાન શાન જાળવવા પોતાનું જીવન કુરબાન કરી દેવાના શપથો લીધા હોય છે ત્યારે અંગૂઠા છાપ નેતાઓની નીચે કામ કરીને કે કંઈક મેળવવાની આશાએ જીજુરી કરીને તમામ સપથો ને ભૂલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ તારીખ 9 ઓગસ્ટથી લઈને 15 મી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોરબી ખાતે તારીખ 12 ઓગસ્ટના રોજ સાંજના ૫:૩૦ વાગ્યાના સમયે જિલ્લા વહીવટ તંત્ર દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવેલ જેના ભાગરૂપે તિરંગા યાત્રા રૂટ ઉપર મન ફાવે એમ ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાના નિયમોનું ઉલંઘન કરવામાં આવ્યું. મન મરજી મુજબ આડા, ત્રાસ અને ફરકી ના શકે તેવી હાલતમાં તિરંગાઓ લગાવવામાં આવ્યા હતા દુખ તો એ વાતનું છે કે તિરંગાની આન-બાન-શાન ની જવાબદારી જે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પાસે રહેલી છે તેઓ પણ ત્યાંથી મૌન સ્વરૂપે પસાર થઈ આ ઘટનાને નજર અંદાજ કરવામાં આવી. જ્યારે બીજી તરફ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા ની એકદમ નજીક માત્ર ત્રણ ફૂટના અંતરે જ રાષ્ટ્રનો ધ્વજ તિરંગો જમીનને અડકીને રાખવામાં આવ્યો હતો તેમ છતાં બંને અધિકારીઓએ કોઈપણ જાતના એક્સનો લીધા નહીં. ખરેખર જોઈએ તો આ તિરંગા નું અપમાન કહેવાય કેમકે ફ્લેગ કોડ ની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે કે તિરંગો ના તો જમીન ઉપર અડકો જોઈએ કે ના તો પાણીમાં તરતો હોવો જોઈએ. તેમ છતાં આ બંને અધિકારીઓ સમક્ષ ઘણા બધા નેતાઓની સામે જ તિરંગો જમીન ઉપર અડકેલો હતો.
આ બંને ઘટના જોતા એવું લાગી રહ્યું છે કે આ મહોત્સવમાં ફક્ત અને ફક્ત સરકારને વ્હાલા લાગવા માટે ફ્લેગ કોર્ટના ઉલ્લંઘન ને નજર અંદાજ કરવામાં આવી રહ્યું છે. તિરંગાનિ શાન માટે હજારો સૈનિકોએ તેમજ ભારતના સુપુત્રોએ પોતાના જીવ નીછાવર કર્યા છે ત્યારે આ નગટા નેતાઓ અને અધિકારીઓ તિરંગા નુ સન્માનની જગ્યાએ અપમાન થતું હોય તો પણ મૌન હોય છે. મોટાભાગના અંગૂઠાછાપ નેતાઓ ને ફ્લેગ કોડ ના નિયમોનું જરા પણ જ્ઞાન નથી હોતું. તેની નજરે તો જેમ તેની પાર્ટીનો ઝંડો છે તેમ જ તિરંગો છે. જે રીતના પાર્ટીના ઝંડાને મન ફાવે તેમ ફરકાવે છે કે લટકાવે છે તે જ રીતે હવે આ અંગૂઠા છાપ નેતાઓએ તિરંગા ની હાલત કરી નાખી છે. છેલ્લા ત્રણ વર્ષની અંદર જેટલું તિરંગા નું અપમાન થયું છે તેટલું તો કદાચ ગયા 75 વર્ષમાં પણ નહીં થયું હોય.



*આવો જાણીએ ફ્લેગ કોડ નિયમ વિશે…*
દેશમાં ‘ફ્લેગ કોડ ઑફ ઈન્ડિયા’ નામનો કાયદો છે. જેમાં ત્રિરંગો ફરકાવવાના નિયમો નક્કી કરવામાં આવ્યા છે. આ નિયમોનું ઉલ્લંઘન કરનારને જેલ પણ થઈ શકે છે.
તિરંગો ફરકાવતા સમયે તિરંગો ભીનો ન હોવો જોઈએ અથવા તો કોઈપણ ક્ષતિઓ ન હોવી જોઈએ,
કેસરી રંગ ઉપર, સફેદ રંગ વચ્ચે અને લીલો રંગ હંમેશા નીચેની પટ્ટીમાં હોવો જોઈએ
પહેલા માત્ર હાથથી બનાવેલા ઝંડાનો જ ઉપયોગ થતો હવે તમે મશીનમાં બનેલા ધ્વજ પણ ફરકાવવાની મંજૂરી છે
ધ્વજને તમે હવે 24 કલાક દરમિયાન ગમે ત્યારે ફરકાવી શકો છો.
ધ્વજનો આકાર લંબચોરસ હોવો જોઈએ. તેની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 3.2 હોવો જોઈએ અને અશોક ચક્રમાં 24 સ્પોક્સ હોવા જોઈએ
કોઈપણ પરિસ્થિતિમાં ધ્વજ જમીનને ન સ્પર્ષવો જોઈએ અને રાષ્ટ્ર ધ્વજથી ઊંચો કોઈ અન્ય ધ્વજ ન હોવો જોઈએ
રાષ્ટ્ર ધ્વજને સળગાવવા, નુકશાન પહોંચાડવા, મૌખિક અપમાન કરવા પર 3 વર્ષની જેલ અથવા દંડ અથવા બંને થઇ શકે છે
ધ્વજ પર કઈ પણ લખી ન શકાય અને ફાટેલો પણ ન હોવો જોઈએ
તિરંગો લહેરાવવો તમામ નાગરિકનો અધિકાર છે. પરંતુ તેનો મતલબ એ નથી કે ગમે તે પોતાની કારમાં ધ્વજ લગાવીને ફરી શકે. ધ્વજ સંહિતા અનુસાર માત્ર બંધારણીય લોકો જ પોતાની કારમાં લગાવી શકે છે.
ત્રિરંગાનો ઉપયોગ કોઈપણ પ્રકારના યુનિફોર્મ કે ડેકોરેશન માટે કરી શકાતો નથી.
રાષ્ટ્રધ્વજ કરતાં ઊંચો અન્ય કોઈ ધ્વજ લગાવી શકાતો નથી.
રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે ફ્લૅગ કોડ 2002 અનુસરવો અનિવાર્ય છે. આ સિવાય રાષ્ટ્રીય ચિહ્નોના બદનક્ષીવિરોધી કાયદા, 1971નું પાલન કરવું પણ ફરજિયાત છે.
આ કોડની જોગવાઈ 2.1 અનુસાર, કોઈ પણ સામાન્ય નાગરિક દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવાય તે અંગે કોઈ પ્રતિબંધ નથી, પરંતુ જે-તે વ્યક્તિએ રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવાનું રહેશે.
જોકે, એક જોગવાઈ અનુસાર રાષ્ટ્રધ્વજનું અપમાન કરનારને જેલની સજા પણ થઈ શકે છે, જોકે પ્રથમ ગુના માટે દંડની જોગવાઈ પણ છે.
આ કોડ 26 જાન્યુઆરી, 2002ના રોજ લાગુ કરાયો. આ પહેલાં રાષ્ટ્રીય ચિહ્નો અને નામોને લગતો કાયદો, 1950 અને રાષ્ટ્રીય ચિહ્નોની બદનક્ષીવિરોધી કાયદો 1971 અમલમાં હતા.
આ કોડમાં તાજેતરમાં જ બે મોટા ફેરફારો કરાયા છે. જેમાં હવે રાત્રિ ના પણ તિરંગો ફરકાવવાની છૂટ આપવામાં આવી છે તેમજ કોટન સાથે પોલિસ્ટરના પણ તિરંગા બનાવવાની છૂટ આપવામાં આવેલ છે જ્યારે પ્લાસ્ટિક અને પેપરના તિરંગા બનાવવા ઉપર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે.
1. રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે ધ્યાનમાં રાખવું કે તે ફાટેલો, વળેલો કે કરચલી પડેલો ન હોવો જોઈએ. તેને યોગ્ય સ્થાને ફરકાવવો જોઈએ.
2. ભારતનો રાષ્ટ્રધ્વજ જે ઊંચાઈએ ફરકાવવામાં આવ્યો છે, તેના જેટલી જ કે વધુ ઊંચાઈએ અન્ય કોઈ ધ્વજ ન ફરકાવવામાં આવે.
3. રાષ્ટ્રધ્વજનો કોઈ પણ પ્રકારના શણગાર માટે ઉપયોગ ન થવો જોઈએ.
4. રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે કેસરી રંગ ઉપરની તરફ રહે તે ધ્યાન રાખવું જોઈએ.
5. રાષ્ટધ્વજના દંડ કે રાષ્ટ્રધ્વજ પર ફૂલ, પાન, ફૂલહાર વગેરે ન મૂકવાં જોઈએ.
6. રાષ્ટ્રધ્વજ પર કોઈ પણ જાતનું લખાણ લખેલું ન હોવું જોઈએ. કોઈ વસ્તુને છુપાવવા માટે તેનો ઉપયોગ ન થવો જોઈએ.
7. રાષ્ટ્રધ્વજ જમીન પર ન પડેલો હોવો જોઈએ કે ન પાણીમાં તરતી અવસ્થામાં હોવો જોઈએ.
8. રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે તેમાં જો જરૂર હોય તો તેની અંદરની બાજુએ ફૂલ મૂકી શકાય છે.
9. રાષ્ટ્રધ્વજનો કોઈ પણ પ્રકારના કૉસ્ચ્યુમ માટે ઉપયોગ ન થવો જોઈએ. તેમજ તેને કમરની નીચે ન બાંધવો જોઈએ. તેનો કાપડ, રૂમાલ, સોફા કવર, નેપકિન કે આંતર્વસ્ત્ર તરીકે ન થવો જોઈએ.
10. રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે તે દંડની જમણી તરફ હોવો જોઈએ.










