BODELICHHOTA UDAIPUR CITY / TALUKO

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગમય બનતો છોટાઉદેપુર જિલ્લો

સાંસદશ્રી જશુભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના યોગ દિવસની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી

છોટાઉદેપુર,૧૦ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ “સ્વયં અને સમાજ માટે યોગ” છે. એટલે કે આપણા સ્વાસ્થ્ય થકી સ્વસ્થ સમાજના નિર્માણ માટે યોગ ખુબ જ આવશ્યક છે. યોગના મહત્વને ઉજાગર કરવા દર વર્ષે તા. ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત છોટાઉદેપુરસ્થિત ખુટાલીયા પોલીસ ગ્રાઉન્ડ ખાતેસાંસદશ્રી જશુભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમના પ્રારંભે સર્વેએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બનાસકાંઠાના નડાબેટ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળીને મુખ્યમંત્રીશ્રીનું પ્રાસંગિક ઉદબોધન સાંભળ્યું હતું.

આ તકે સાંસદશ્રી જશુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મલકાબેન પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઈમ્તિયાઝ શેખ, નિવાસી અધિક કલેક્ટરશ્રી શૈલેશ ગોકલાણી, પ્રાંત અધિકારીશ્રી વિમલ બારોટ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી કલ્પનાબેન રાઠવા સહીતના અધિકારી-પદાધિકારીશ્રીઓ, પોલીસ જવાનો તેમજ મોટી સંખ્યામાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તથા નગરજનો યોગાભ્યાસમાં જોડાયા હતા.

રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button