HIMATNAGARSABARKANTHA

*શ્યામનગર મુકામે શ્રીમદ ભાગવત ગીતા જ્ઞાનકથાનું સમાપન*

અહેવાલ :- પ્રતિક ભોઈ

*શ્યામનગર મુકામે શ્રીમદ ભાગવત ગીતા જ્ઞાનકથાનું સમાપન*
શ્યામનગર મુકામે આવેલ પ્રજાપતિ સમાજવાડીના પરિસરમાં સાત દિવસીય ભાગવત ગીતા જ્ઞાનકથાનો શુભારંભ તારીખ છઠ્ઠી મેના રોજ જ્યોતિ હાઈસ્કૂલ, ખેડબ્રહ્માના આચાર્ય સુરેશભાઈ પટેલે દીપ પ્રગટાવીને કર્યો હતો. જેનું આજરોજ સમાપન કરવામાં આવેલ. શ્રીમદ ભાગવત ગીતા પોથીનું પૂજન માણેકનાથ મંદિરના મહંતશ્રી સામળગીરીજી મહારાજે કરેલ. ગીતોપનીનિષદ જ્ઞાનકથા મૂળ શ્યામનગરના અને હાલે નરોડા, અમદાવાદના સારસ્વત વિધ્વત કથાકારશ્રી ગૌતમ મહારાજ દ્વારા સાત દિવસ શ્રીમદ્ ભગવત ગીતાના શ્લોક અને તેનું ભાષાંતર તથા જુદા જુદા અસરકારક, ચોટદાર દ્રષ્ટાંતો દ્વારા સુંદર સમજ આપવામાં આવી હતી. દરરોજ 8 થી 11 કથા શ્રવણ ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું. જુદા જુદા દાતાઓએ યથાશક્તિ દાનની સરવાણી વરસાવેલ. તખતગઢના મહેન્દ્રભાઈ ધોળુંના સંગીત કલાવૃંદના સુંદર સાથ સહકારથી ભાવવાહી શૈલીમાં સચોટ ઉદાહરણ દ્વારા વિદ્વાન કથાકાર ગૌતમ મહારાજે સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. કથા સમાપન દરમિયાન ખૂબ જ લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. આગામી શિયાળામાં ફરીથી આવી કથાનું આયોજન થાય તેવી લાગણી અને માંગણી તથા યજમાન બનવા રામનગરના વક્તાભાઈ અને રમણભાઈ પટેલે અને લક્ષ્મીપુરા મુકામે આયોજન કરવા શેઠશ્રી ડાહ્યાભાઈ આર. પ્રજાપતિએ પણ તૈયારી બતાવેલ. સમાપન પ્રસંગે બાર ગામ પ્રજાપતિ સમાજ દ્વારા સમાજના દીકરા અને કથાકાર એવા શ્રી ગૌતમ મહારાજનું સાલ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બારગામ પ્રજાપતિ સમાજ પ્રમુખ કાંતિભાઈ પ્રજાપતિ, મંત્રીશ્રી રાકેશભાઈ પ્રજાપતિ અને ટ્રસ્ટીઓ દ્વારા કથાકાર શ્રી ગૌતમ મહારાજનું સાલ અને પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું. જ્યોતિ હાઈસ્કૂલના સંસ્કૃતના વિદ્વાન અધ્યાપક શ્રી ભવાનસિંહજી વાઘેલા, માથાસુરથી કથાકારશ્રી ભગવાનદાસ પટેલ, લક્ષ્મીપુરાથી ટ્રસ્ટ પ્રમુખ જયંતીભાઈ પ્રજાપતિ, રમણભાઈ જોશી, પાનોલથી વિનુભાઈ પટેલ, અમદાવાદ થી શ્રી ગણપતભાઈ અને પ્રકાશભાઈ તથા ગોતાથી અનિલભાઈ જાની, ઈડરથી શૈલેષભાઈ પંડ્યા અને જિલ્લા પંચાયત સદસ્ય નીરૂબેન પંડ્યા, મુડેટીથી ડોક્ટર ભગવાનભાઈ પ્રજાપતિ, ટાકાટૂકાથી પ્રકાશભાઈ પ્રજાપતિ, ભજપુરાથી અમૃતભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી અને કથાનું રસપાન કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે જેમને યોગદાન આપનાર સૌનું શ્રી ગૌતમ મહારાજે સાલ અર્પણ કરી બિરદાવ્યા હતા. કાર્યક્રમનું સુંદર સંચાલન ગાડુના શ્રી દિનેશભાઈ પટેલે કર્યું હતું.

Back to top button
error: Content is protected !!