GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના કાર્યકર્તાઓએ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીમાં ઉપસ્થિતી

 

MORBI:મોરબીના કાર્યકર્તાઓએ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીમાં ઉપસ્થિતી

 

 

અમદાવાદ કર્ણાવતી ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીની બેઠક મળી જેમાં હિતેશભાઈ ગોપાણી સંગઠન મંત્રી ગુજરાત પ્રાંત મહાસંઘ, દિનેશભાઈ વડસોલા જિલ્લા અધ્યક્ષ, કિરણભાઈ કાચરોલા મંત્રી, સંદિપભાઈ આદ્રોજા સિ. ઉપાધ્યક્ષ,નિરવભાઈ બાવરવા, પ્રચાર મંત્રી,બળદેવભાઈ મેરજા કોષાધ્યક્ષ,મહાદેવભાઈ રંગપડીયા પૂર્ણકાલિન કાર્યકર્તા વગેરેએ ઉપસ્થિત રહી શાળા, બાળકો અને શિક્ષકોની સમસ્યાઓ રજૂ કરી અને સંગઠન દ્વારા ઉકેલવા માટેની પ્રાંત ટીમ સાથે ચર્ચા કરી હતી જેમકે વર્ષ:-૨૦૦૫ પછી નિમણુંક પામેલ શિક્ષકોને જૂની પેંશન યોજનામાં સમાવવા, HTAT મુખ્ય શિક્ષકો સિવાયના 150 ઉપરના વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી શાળાના આચાર્યોને વર્ગમાંથી મુક્તિ આપવા તેમજ ચાર્જ એલાઉન્સમાં વધારો કરવો, વર્ષ:-૨૦૧૩ માં થયેલ નવ રચિત જિલ્લાઓના શિક્ષકોના જીપીએફના નાણાં જુના જિલ્લામાંથી નવ રચિત જિલ્લામાં ટ્રાન્સફર કરવા, સીપીએફ એકાઉન્ટ ઓપન કરવામાં પાંચ પાંચ વર્ષ જેટલો સમય વ્યતીત થઈ જાય છે, ઝડપથી કાર્યવાહી થાય એ માટે જિલ્લા કક્ષાએ કેમ્પ કરવા, શિક્ષકોના સેટ અપમાં સુધારો કરવો,સમગ્ર શિક્ષા અભિયાનમાં નાણાંકીય ઔચિત્યના સિદ્ધાંતો મુજબ વર્ષોથી રૂપિયા 2000/- ની ખરીદી પર ત્રણ ભાવ લેવાની જોગવાઈ છે એમાં ફેરફાર કરી હાલના મોંઘવારીના સમયમાં 5000/- રૂપિયાની કોઈ એક જ વસ્તુની ખરીદી પર ત્રણ ભાવ લેવાની જોગવાઈ કરવી, સીઆરસી/બીઆરસી ભરતીમાં ગણિત,વિજ્ઞાન શિક્ષકોને નિમણુંકની છૂટ આપવી, ખાતાકીય પરીક્ષા કલાસ-2 ની પરીક્ષામાં લાયકાત ધરાવતા પ્રાથમિક શિક્ષકોને પરીક્ષા આપવાની છૂટ આપવી, વર્ષ દરમ્યાન શિક્ષકોને પોતાના વર્ગ બાળકોના ભોગે ઘણી બધી તાલીમો આપવામાં આવે છે એ તાલીમ ઓછી કરવી, દર વર્ષે વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિની દરખાસ્ત કરવાની પ્રક્રિયા ખુબજ જટિલ હોય એને સરળ કરવી,એસ.ઓ.ઈ. સિવાયની તેમજ એક શિક્ષક વાળી શાળામાં જ્ઞાન સહાયક કે પ્રવાસી શિક્ષકોની નિમણુંક કરવી, પે-સેન્ટર શાળામાં ફેરફાર કર્યા વગર પે-સેન્ટર તેમજ 300 વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી શાળામાં શાળા સહાયકની નિમણુંક કરવી, વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રવાસની તાલુકા કે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા મંજૂરી આપવી, શાળામાં વિદ્યાર્થીઓ પાસે શાળા સ્વચ્છતાના નાના નાના કામો કરાવવાની છૂટ આપવી, કોમન એંટર્સ ટેસ્ટ ધો.5 માં જે વિદ્યાર્થી મેરિટમાં આવે એ વિદ્યાર્થી ખાનગીમાં અભ્યાસ કરે તો 20 હજાર અને સરકારી શાળામાં અભ્યાસ કરે તો પાંચ હજાર શિષ્યવૃત્તિ આપવામાં આવે છે આ ભેદભાવ ભર્યું હોય બંનેમાં સમાન રાખવા, શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે સ્થળ મુલાકાત માટે દરેક શાળામાં જુદી જુદી ટીમ જાય છે,દરેક મૂલ્યાંકન કરતાં જુદું જુદું માર્કિંગ કરે છે એના બદલે રાજ્ય પારિતોષિકના મૂલ્યાંકન માટેની એક ટીમ,જિલ્લા પારિતોષિક માટેની એક ટીમ અને તાલુકાના પારિતોષિક માટેની એક ટીમ બનાવવી, નિવૃત્ત થયેલ શિક્ષકોને મળતા લાભો, રજાના રોકડ રૂપાંતર વગેરે માટેની ગ્રાન્ટ રાજયકક્ષાએથી વર્ષમાં બે વખત છ છ મહિને રિલીઝ કરવામાં આવે છે,એના કારણે નાણાં મળવામાં વિલંબ થાય છે તો ત્રણ ત્રણ મહીને ગ્રાન્ટ રિલીઝ થાય,જિલ્લાફેર આવેલ શિક્ષકોની સિનિયોરિટી તમામ જગ્યાએ,તમામ બાબતોમાં એક સમાન ગણવામાં આવે. ચૂંટણી પંચની તાજેતરની સૂચના મુજબ બીએલઓને સોંપેલ વિસ્તાર બાબતે પુન: વિચારણા કરવા વગેરે સમસ્યાઓ, પ્રશ્નોની રજુઆત કરી હતી

Back to top button
error: Content is protected !!