ARAVALLIBHILODAGUJARATMODASA

અરવલ્લી – ભિલોડા અને શામળાજી તાલુકો સજ્જડ બંધ-, વિધાર્થીને માર માર્યાનો મામલો :- ભાજપ યુવા મોરચાના દેવાંગ બારોટ આરોપી જેલ હવાલે 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી – ભિલોડા અને શામળાજી તાલુકો સજ્જડ બંધ-, વિધાર્થીને માર માર્યાનો મામલો :- ભાજપ યુવા મોરચાના દેવાંગ બારોટ આરોપી જેલ હવાલે

વિદ્યાર્થીને માર મારવાની ઘટનામાં બે દિવસીય બંધનું એલાન

અરવલ્લી જિલ્લાના ભિલોડા અને શામળાજી તાલુકામાં વિદ્યાર્થીને માર મારવાની ઘટનાને લઈને આજે સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. આદિવાસી સમાજના વિવિધ સંગઠનો દ્વારા ઘટનાના વિરોધમાં બે દિવસીય બંધનું એલાન કરવામાં આવ્યું છે, જેને પગલે બંને તાલુકાના બજારો સંપૂર્ણપણે બંધ રહ્યા હતા.પ્રાપ્ત વિગતો મુજબ આર.જી. બારોટ કોલેજના સંચાલક તથા ભાજપ યુવા મોરચાના દેવાંગ બારોટ દ્વારા એક  વિદ્યાર્થી સાથે મારામારી કરવામાં આવી હોવાનો આરોપ છે. આ ઘટનાને લઈને દેવાંગ બારોટ સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ એટ્રોસિટી એક્ટ અંતર્ગત નોંધાતા પોલીસે કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી.ધરપકડ બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર ન થતા અંતે આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને સમગ્ર આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે અને ન્યાયની માંગ ઉઠી છે.બંધના એલાનને પગલે ભિલોડા અને શામળાજી તાલુકામાં જનજીવન પ્રભાવિત બન્યું હતું. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બંને તાલુકામાં પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.આ સમગ્ર ઘટનાએ અરવલ્લી જિલ્લામાં સામાજિક અને રાજકીય સ્તરે ભારે ચર્ચા જગાવી છે.

Back to top button
error: Content is protected !!