TANKARA:ટંકારા તાલુકાના વિરપર ગામે:સ્વ મિહિર હર્ષદભાઈ ચાવડા ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પ્રાથમિક શાળામાં પુસ્તક વિતરણ કરાયું
TANKARA:ટંકારા તાલુકાના વિરપર ગામે:સ્વ મિહિર હર્ષદભાઈ ચાવડા ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પ્રાથમિક શાળામાં પુસ્તક વિતરણ કરાયું

ટંકારા તાલુકાના વિરપર ગામના સ્વ મિહિર હર્ષદભાઈ ચાવડા ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શબ્દનું જ્ઞાન પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ ચોપડા વિતરણ કરી સ્વ. મિહિર (મિમુ) નીપ્રથમ પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી વિદ્યાર્થી બાળકોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા કહેવાયું છે ને કે બાળક ભગવાનનું સ્વરૂપ ગણાય છે જેથી ભગવાનના ઘેર સ્વ.મિહિર (મીમુ )ને સ્વર્ગ માં સ્થાન પ્રાપ્ત થાય

નથી હયાત તમે પણ સાથે હોય એવું લાગ્યા કરે છે.
હર પલ હાજરીનો આભાસ લાગ્યા કરે છે.
ક્યારેક કહેવાયેલ વાતોના ભણકારા વાગ્યા કરે છે.
યાદોમાં તમારા પ્રત્યક્ષ દર્શન થયા કરે છે.પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ. અર્પે એજ પ્રાર્થના

અંતર્ગત પ્રથમ પુણ્યનિમિત્તે ચાવડા પરિવાર જનો દ્વારા પ્રાથમિક શાળામાં 350 પુસ્તકોનું વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે જગદીપ મોહન ભાઈ ચાવડા ,જય જગદીપ ભાઈ ચાવડા ,ગણેશ ભાઈ ચાવડા ,પ્રહલાદસિંહ જાડેજા ,વિરપર ગામના સરપંચ મહેશભાઈ લીખિયા વિરપર ગામના તલાટી અને વીરપર ગામના પ્રાથમિક શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા










