GUJARATMODASA

અરવલ્લી : શાળા પ્રવેશોત્સવનો પ્રથમ દિવસ: શાળા પ્રવેશોત્સવમાં બાલવાટિકા – ૧૧૬૭૯,ધો ૧- ૧૨૭,ધો ૯- ૧૩૮૮૨,ધો ૧૧- ૧૦૦૨૧ વિધાર્થીઓ ને અપાયો પ્રવેશ 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : શાળા પ્રવેશોત્સવનો પ્રથમ દિવસ: શાળા પ્રવેશોત્સવમાં બાલવાટિકા – ૧૧૬૭૯,ધો ૧- ૧૨૭,ધો ૯- ૧૩૮૮૨,ધો ૧૧- ૧૦૦૨૧ વિધાર્થીઓ ને અપાયો પ્રવેશ

*અન્ન અને નાગરીક પૂરવઠા મંત્રી ભીખુસિંહ પરમારએ ધનસુરા તાલુકાના રમોસ પ્રાથમિક શાળા, એમ.એન.શાહ હાઈસ્કુલ , રમોસ અને વી. કે. પટેલ હાઈસ્કુલ , આમોદરા ખાતે ઉપસ્થિત રહ્યા હતા

શાળા પ્રવેશોત્સવ અંતર્ગત અન્ન અને નાગરીક પૂરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર ધનસુરા તાલુકાના રમોસ પ્રાથમિક શાળા, એમ.એન.શાહ હાઈસ્કુલ , રમોસ અને વી. કે. પટેલ હાઈસ્કુલ , આમોદરા ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં તેમણે ૩૦ જેટલા બાળકોને બાલવાટિકામાં પ્રવેશ અપાવ્યો. મંત્રીએ બાળકોને શૈક્ષણિક કીટ આપી કુમકુમ તિલક સાથે આવકાર્યા હતા.

તેમણે પોતાના બાળપણના સંસ્મરણો પણ યાદ કર્યા હતા. બાળકોના ઉજ્જવળ ભવિષ્યના પગલાં માંડવી તેમણે બાળકોને આશીર્વાદ પણ આપ્યા હતા. સાથેજ તેમને લોકોને સંબોધતા સરકારની કન્યા કેળવણી અને શિક્ષણને લગતી વિવિધ યોજનાઓની માહિતી પણ આપી હતી.સાથે જ બાળકોને રોડ સેફ્ટી અંગે પણ જાણકારી આપી.કાર્યક્રમમાં બાળકોને TD અને DPT રસીકરણની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે મંત્રી અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું તથા ગ્રામ લોકો સાથે ચર્ચા કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે આ વર્ષે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લાની શાળાઓમાં ધોરણ ૧ માં ૧૨૭ શૈક્ષણિક વર્ષમાં અને ૧૧૬૭૯ ભૂલકાઓને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવ્યો.

 

Back to top button
error: Content is protected !!