BUSINESS
જુલાઈ માસથી FIIની રૂ.૧ લાખ કરોડથી વધુની વેચવાલી, DIIનો બજારને ટેકો…!!

જુલાઈથી વિદેશી રોકાણકારોએ ભારતીય શેરોમાં રૂ.૧ લાખ કરોડથી વધુની વેચવાલી કરી છે. તેમ છતાં સ્થાનિક સંસ્થાગત રોકાણકારો (DIIs)ની ખરીદીથી બજારને ટેકો મળ્યો છે.
જુલાઈ ૧ થી ૮ સપ્ટેમ્બર સુધી FIIs એ રૂ.૧.૦૨ લાખ કરોડ વેચ્યાં, જેમાં સપ્ટેમ્બરના પ્રથમ ૬ દિવસમાં જ રૂ.૭,૮૦૦ કરોડનું વેચાણ થયું. ૧૩ સપ્ટેમ્બર સુધી NSDL ડેટા મુજબ વેચાણ રૂ.૧૧,૧૬૯ કરોડ રહ્યું. ૨૦૨૫માં અત્યાર સુધી FIIs એ રૂ.૨.૧૮ લાખ કરોડ વેચ્યા છે, જ્યારે DIIs એ રૂ.૫.૩૭ લાખ કરોડની ખરીદી કરી છે.
વિશ્લેષકોનું માનવું છે કે FIIs એ ચીન, હૉંગકોંગ, અને દક્ષિણ કોરિયા જેવા સસ્તા બજારોમાં નાણા ફેરવ્યા છે. પરંતુ ભારતની મજબૂત GDP વૃદ્ધિ, કર સુધારા અને આવનારા વ્યાજદર કાપના કારણે ફરી રોકાણ આવવાની સંભાવના છે.



