GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેરના લુણસર ગામે ૪૦૦મિલી વિદેશી દારૂ સાથે ઈસમ ઝડપાયો 

 

WANKANER:વાંકાનેરના લુણસર ગામે ૪૦૦મિલી વિદેશી દારૂ સાથે ઈસમ ઝડપાયો

 

 

મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના લુણસર ગામે સહકારી મંડળી નજીકથી સ્કોર્પિયો કાર રજી. જીજે-૦૩-એનબી-૮૮૮૮માંથી વિદેશી દારૂની કાચની બોટલમાં ૪૦૦એમએલ જેટલા કેફી પ્રવાહી સાથે સ્કોર્પિયો ચાલક આરોપી મનિષભાઇ ઓધવજીભાઇ વસીયાણી ઉવ.૩૮ રહે.મોરબી વૃંદાવન પાર્ક દલવાડી સર્કલ સંસ્કૃતિ હાઇટસ ફલેટ નં.૧૦૨ મુળરહે. લુણસર ગામ પ્લોટ વિસ્તાર તા.વાંકાનેરને ઝડપી લેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી કાર ચાલક નશો કરેલી હાલતમાં મળી આવ્યો હતો. હાલ વાંકાનેર તાલુકા પોલીસે વિદેશી દારૂ તથા સ્કોર્પિયો કાર સહીત રૂપિયા ૧૦,૦૦,૧૫૦/-નો મુદામાલ કબ્જે લઇ આરોપી સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!