
ભરૂચ જિલ્લાના નેત્રંગ ગામમાં આવેલ ગાંધી બજાર વિસ્તારના જલારામ મંદિર હોલ ખાતે ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસને લઈને રક્તદાન શિબિરનું આયોજન કરાયું.
ભારતીય જનતા યુવા મોરચા – ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રીય એક્તા અને અખંડિતતા પર્યાય, ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસને લઈને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જે અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી અને ભરૂચ જિલ્લા ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ ઋષભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નેત્રંગ તાલુકામાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ૩૨ યુનિટ યુનિટી બ્લડ સેન્ટર દ્વારા એકત્ર કરવામાં આવ્યું હતું. સમગ્ર રક્તદાન શિબિરનું સંચાલન જિલ્લા સોશિયલ મીડિયા વિભાગના કારોબારી સભ્ય બ્રિજેશભાઈ ભરતભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી તેમજ નેત્રંગ તાલુકા સંગઠનના હોદ્દેદારો, ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ રક્તદાન શિબિરને સફળ બનાવી હતી.


