BUSINESS

ઓગસ્ટ માસમાં એફપીઆઈની ભારે વેચવાલી : ફાઇનાન્સ – આઈટી નબળાં, ઓટો ક્ષેત્ર તેજીમાં…!!

ઓગસ્ટના બીજા પખવાડિયામાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ)એ ભારતીય શેરબજારમાં મોટાપાયે મૂડીકામ પાછું ખેંચી લીધું હતું. તેઓ કુલ રૂ.૧૪૦૨૦ કરોડના ચોખ્ખા વેચાણકર્તા રહ્યા હતા. આ દરમ્યાન સૌથી મોટો ફટકો નાણાકીય સેવાઓ ક્ષેત્રને પડ્યો, જ્યાંથી એફપીઆઈએ રૂ.૯૮૧૭ કરોડની નિકાસ કરી હતી.

આઈટી સેક્ટરમાં પણ રૂ.૪૯૦૫ કરોડની વેચવાલી થઈ હતી, જ્યારે ઓઈલ અને ગેસ ક્ષેત્રમાંથી રૂ.૨૦૧૭ કરોડ, વીજળીમાંથી રૂ.૧૭૦૮ કરોડ અને ટેલિકોમમાંથી રૂ.૧૬૮૦ કરોડની મૂડી બહાર ખેંચાઈ હતી. આ ભારે વેચવાલીના કારણે ઓગસ્ટમાં બેન્ચમાર્ક નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૧.૪%થી ઘટ્યો હતો.

બીજી તરફ, ઓટોમોબાઈલ્સ અને ઓટો ઘટકો ક્ષેત્ર એફપીઆઈ માટે સૌથી પસંદગીનું રહ્યું. અહીં રૂ.૨૬૧૭ કરોડનું નવું રોકાણ થતા નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ૫.૫%નો વધારો નોંધાયો હતો. એટલું જ નહીં, સેવાઓ ક્ષેત્રમાં રૂ.૧૯૬૭ કરોડ, રસાયણોમાં રૂ.૧૧૬૧ કરોડ, બાંધકામ સામગ્રીમાં રૂ.૭૮૫ કરોડ અને મૂડી માલ ક્ષેત્રમાં રૂ.૭૬૪ કરોડની લેવાલી કરવામાં આવી હતી.

આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે એફપીઆઈનું રોકાણ ધોરણ બદલાઈ રહ્યું છે. પરંપરાગત રીતે મજબૂત ગણાતા ફાઇનાન્સ અને આઈટીમાંથી મૂડીકામ બહાર ખેંચીને તેઓ હવે ઓટો, સેવાઓ અને મેન્યુફેક્ચરિંગ આધારિત સેક્ટરોમાં નવા અવસર શોધી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!