MCX પર સોના-ચાંદીના ભાવ ફરી ઐતિહાસિક સપાટીએ…!!

ભારતીય કોમોડિટી બજાર (MCX) માટે આજે એક મહત્વપૂર્ણ દિવસ રહ્યો છે. ચાંદીના ભાવોએ તમામ અગાઉના રેકોર્ડને તોડી નાંખતા નવી ઓલ-ટાઇમ હાઈ સપાટી સ્પર્શી છે. ભારે તેજીના પરિણામે ચાંદીનો ભાવ રૂ.૨૦.૧૪ લાખ પ્રતિ કિલોગ્રામને પાર ગયો છે. ચાંદી સાથે સોનામાં પણ નોંધપાત્ર વધારાથી રોકાણકારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો : લેટેસ્ટ આંકડા અનુસાર, MCX પર ચાંદીના માર્ચ ૨૦૨૬ના વાયદાના ભાવમાં રૂ.૬૦૬૧નો મજબૂત ઉછાળો નોંધાયો છે, જે ૨.૯૧ ટકાનો વધારો દર્શાવે છે. આ તેજી સાથે ચાંદીનો ભાવ રૂ.૨,૧૪,૫૦૦ પ્રતિ કિલોગ્રામની નવી રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યો છે.
સોનાએ પણ નોંધાવી નવી ઊંચાઈ : ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ મજબૂત તેજી જોવા મળી છે. સોનાના ફેબ્રુઆરી ૨૦૨૬ના વાયદાના ભાવમાં રૂ.૧૪૨૯નો વધારો થયો છે, જે ૧.૦૬ ટકા વધારાને દર્શાવે છે. આ વધારા સાથે સોનાનો ભાવ રૂ.૧,૩૫,૬૨૫ પ્રતિ ૧૦ ગ્રામની ઊંચી સપાટીએ પહોંચ્યો છે.
તેજીના મુખ્ય કારણો : બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ વૈશ્વિક સ્તરે વધી રહેલી અનિશ્ચિતતા, ડોલર સામે રૂપિયાની નબળાઈ અને ઔદ્યોગિક માંગમાં થયેલા વધારાના કારણે કિંમતી ધાતુઓના ભાવમાં આ રેકોર્ડબ્રેક તેજી જોવા મળી રહી છે. સુરક્ષિત રોકાણ તરીકે સોના અને ચાંદી તરફ રોકાણકારો વળતાં બુલિયન માર્કેટમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે.


