BUSINESS

GST કટથી ઓટો સેક્ટરમાં વર્ષ ૨૦૨૮ સુધીમાં ૪-૧૪% વૃદ્ધિની અપેક્ષા…!!

તાજેતરના GST ઘટાડાથી વાહનોના ભાવમાં ૩ – ૯%નો ઘટાડો થયો છે. HSBC Global Research મુજબ આ કારણે ઓટો સેક્ટરમાં FY૨૮ સુધી ૪-૧૪%ની વાર્ષિક વૃદ્ધિ (CAGR) થઈ શકે છે.

કિંમતો ઘટતાં નવા ગ્રાહકો આવશે અને રિપ્લેસમેન્ટ ડિમાન્ડ પણ વધશે. પેસેન્જર વાહનોમાં રૂ.૪૦,૦૦૦ થી રૂ.૧.૫ લાખ સુધીનો ઘટાડો થયો છે. ટાટા મોટર્સને સૌથી વધુ ફાયદો થવાની ધારણા છે, ત્યારબાદ મારુતિ, હ્યુન્ડાઇ અને M&Mને લાભ મળશે.

બે-પહિયાં વાહનોમાં તહેવારો અને ગ્રામ્ય માગથી તેજી આવશે, જ્યારે ઇલેક્ટ્રિક ૨W વૃદ્ધિ થંભી શકે છે. કોમર્શિયલ વાહનોને પણ લાભ થશે.

GST કાપ બાદ ઓટો સ્ટોક્સમાં ૬-૧૭%નો ઉછાળો આવ્યો છે, જ્યારે નિફ્ટી ૫૦ ફક્ત ૨% વધ્યો છે. જો કે સ્ટોક્સના મૂલ્યાંકન ઐતિહાસિક સરેરાશ કરતાં ૧૫% વધારે છે, એટલે આગળ વધવા માટે કમાણીમાં વૃદ્ધિ જ મુખ્ય આધાર રહેશે.

Back to top button
error: Content is protected !!