દિયોદર તાલુકાના સણાવ ગામે સર્વ નંબર ૨૯૨ તળાવ પાસે દબાણો દૂર કરવા ગ્રામજનોએ ટીડીઓ ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી

દિયોદર તાલુકાના સણાવ ગામે સર્વ નંબર ૨૯૨ તળાવ પાસે દબાણો દૂર કરવા ગ્રામજનોએ ટીડીઓ ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી
પ્રતિનિધિ દિયોદર કલ્પેશ બારોટ
ગેરકાયદેસર દબાણો દૂર કરી તળાવમાં પાણી ભરવા ખેડૂતોએ માંગ કરી
દિયોદર તાલુકાના સણાવ ગામના ગ્રામજનોએ બુધવારે ગામમાં આવેલ સર્વ નંબર ૨૯૨ તળાવ પાસે ગેરકાયદેસર રીતે થયેલ દબાણો દૂર કરવા માટે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી જેમાં તંત્ર દ્વારા તત્કાલિત ગેરકાયદેસર દબાણો દૂર કરાવી તળાવ માં પાણી નાખવા માટે પાઇપ લાઇન નાખવાની માંગ કરી હતી
દિયોદર તાલુકાના સણાવ ગામે આવેલ સર્વ નંબર ૨૯૨ તળાવ પાસે અમુક ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે દબાણો કરી દેતા તળાવ માં પાઇપ લાઇન દ્વારા પાણી ભરવાનું હોઈ ગામલોકોએ દબાણ દારો ને પોતાના દબાણો દૂર કરવા માટે કહેતા દબાણ દારોએ પોતાના દબાણો દૂર ના કરતા બુધવારે સણાવ ગામના ગામજનો અને ખેડૂતો દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી સણાવ ગામે તળાવ પાસે દબાણો દૂર કરવા રજૂઆત કરી હતી




