GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

ઔદિચ્ય ખ.જ્ઞાતિ માટે સંકલ્પ સિદ્ધીનું દ્રષ્ટાંત

 

શ્રી ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ-જામનગરના યુવાન પ્રમુખ શ્રી દિલીપભાઈ વ્યાસ તથા તેમની ટીમ દ્વારા 40 લાખના ખર્ચે જ્ઞાતિ માટે “શ્રી ખરડેશ્વર હોલ ” ના નિર્માણ સાથે હૈયાત “શાંતા-વાડી”નો કાયાકલ્પ કરીને તા. 17-10-2024ના રોજ જ્ઞાતિને અર્પણ કરવામાં આવનાર છે, જે પ્રસંગે સમગ્ર ટીમને અભિનંદન.
આ કાર્યના પ્રારંભ ઉપર નજર કરીએ તો ફક્ત 4 લાખની બેલેન્સ હોવા છતાં 40 લાખનું નિર્માણ કાર્યનો સંકલ્પ લઈને એક પણ દિવસના વિરામ વિના ફક્ત છ માસમાં નિર્માણ કાર્ય પૂર્ણ કરેલ છે. કાર્યની શરૂઆત જ્ઞાતિજનો પાસેથી રૂ. 11 લાખ વગર વ્યાજે મેળવીને કરવામાં આવેલ, જે પછી જામનગર શહેરમાં વસવાટ કરતાં 175 ઘરે જઈને રૂ. 15 લાખનો ફાળો એકત્રીત કરવામાં આવેલ. કાર્ય દરમ્યાન સીમેન્ટના દાતાશ્રી હર્ષદભાઈ વ્યાસ, કાંકરીના દાતાશ્રી હિતેશભાઈ વ્યાસ, ટાઈલ્સના દાતાશ્રી ડો. મગનભાઈ ભટ્ટ પરિવાર તથા પંખાના દાતાશ્રી અજયભાઈ વ્યાસ (રાજકોટ) તરફથી માલ-મટીરીયલ્સ સ્વરૂપે દાન મળતાં કાર્ય વેગવંત બનેલ.
ઔદિચ્ય ખરેડી જ્ઞાતિજનોને પ્રસંગોપાત વિના મુલ્યે વાડી વપરાશ માટે આપનાર કદાચીત રાજ્યના એકમાત્ર સંગઠનના સંચાલકો દ્વારા ઘર-પરિવાર તથા નોકરી-ધંધા સાથે જ્ઞાતિ-સમાજની સેવા કરવાની ભાવના સાથે પ્રમુખશ્રી દિલીપભાઈ વ્યાસ, મંત્રીશ્રી દિનેશભાઈ દવે તથા ખજાનચીશ્રી હરીશભાઈ ઠાકર અને ટીમ દ્વારા રાત-દિવસ એક પણ દિવસના વિરામ વિના જાહેર રજાઓ તથા તહેવારોની ઉજવણી કર્યા વિના ફક્ત છ માસમાં કાર્ય સંપન્ન કરીને સમાજને એક આદર્શ ઉદાહરણ પૂરૂ પાડેલ છે અને સમાજ સેવાના નામે ફક્ત ફોટો શેશન કરાવતાં હોદ્દેદારોને સેવા કરવાની સાચી પધ્ધતિનું દર્શન કરાવેલ છે.
આ માત્ર હોલ નથી, શ્રી ઔદીચ્ય ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિ માંડળના પ્રમુખ શ્રી દિલીપભાઇ વ્યાસ તેમજ સાથીવટીમના દ્રઢ સંકલ્પનુ સાકાર સ્વરૂપ છે તેમ શ્રી હરીશ ઠાકરનો અભિપ્રાય છે

મહત્વની વાત એ પણ છે કે  પોતાના સમાજને સદ્ધર સુશોધીત સુવિધાસભર કરવુ તે પરમ સેવા ગણાય છે જ્ઞાતિ -સમાજ  એ ગંગા તીર્થ છે તે પાવન હોય છે જો કે હાલના સમયમાં સમય કાઢી કઇક દાન એકત્રીત કરવુ કંઇક નિર્માણ કરવુ ત્યાં દેખરેખ રાખવી …….વગેરે ખૂબ કપરૂ છે માટે ઔદિચ્ય ખરેડી સમાજના જહેમત ઉઠાવનાર સૌ હોદેદારો આગેવાનો કાર્યકર્તાઓ દાતાઓ સાથ આપનારા …..સૌ અભિનંદન ને પાત્ર છે

_______________________

bharat g.bhogayata

b.sc.,ll.b.,d.n.y.(GAU)

gov.accre.Journalist

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!