THARADVAV-THARAD
થરાદ વોર્ડ નંબર 03માં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત

વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ વાવ થરાદ
માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની સૂચનાથી થરાદ નગરપાલિકા દ્વારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા વોર્ડ નંબર 03 માં વિષ્ણુ ભગવાન મંદિર થી મોહનભાઈ ના ઘર સુધી સીસી રોડની કામગીરી દલિત સમાજના સ્મશાનમાં વોલ કમ્પાઉન્ડ ( વરંડો) ની કામગીરી,દલિત સમાજના જુના સમસાન પેવિંગ બ્લોકની કામગીરી, વિષ્ણુ ભગવાન મંદિરથી સતાણભાઈ હડિયલ ના દુકાનથી સેણલ માતાના મંદિર સુધી રોડની સાઈડમાં પેવિંગ બ્લોકની કામગીરી, જનતા હાઈસ્કૂલ થી ભીલ મોહનભાઈ ના ઘર સુધી પેવિંગ બ્લોકની કામગીરી જેવા વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત થરાદ રાજવી અર્જુનસિંહ વાઘેલા મહામંત્રી હિતેશભાઈ વાણીયા પૂર્વ પ્રમુખ નગરપાલિકા લવજીભાઈ વાણીયા સાથે વિસ્તારના આગેવાનો ની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ હતું




