BUSINESS

જિયો-પોલિટિકલ તણાવ વચ્ચે ભારતીય બિઝનેસના ગ્લોબલ ફૂટપ્રિન્ટમાં વધારો…!!

અમેરિકામાં તાજેતરમાં લાગુ કરાયેલા ટેરિફ અને વૈશ્વિક સ્તરે વધી રહેલી આર્થિક અનિશ્ચિતતા કારણે બિઝનેસ વિઝાની કામગીરી પર આંશિક અસર થઈ રહી છે. જિયો-પોલિટિકલ મુદ્દાઓ, વૈશ્વિક મેક્રો અસ્થિરતા અને ટ્રમ્પના સતત બદલાતા નિવેદનોએ વિશ્વના અર્થતંત્રમાં સ્પષ્ટ અસર પાડી છે. તેમ છતાં, ભારતીય અર્થતંત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે અને દેશની કંપનીઓ વૈશ્વિક સ્તરે પોતાની હાજરી વધારવા સક્રિય બની છે.

ભારતની મેન્યુફેક્ચરિંગ કંપનીઓ યુએસ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને યુરોપ જેવા બજારોમાં ઓફિસ શરૂ કરીને આંતરરાષ્ટ્રીય બિઝનેસ મેળવવા પ્રયત્નશીલ છે, જે ભારતીય મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મજબૂત ટેકો આપી રહ્યું છે. કંપનીએ માત્ર ૨૦૨૫માં યુએસ માટે ૨૫ બિઝનેસ વિઝા ફાઇલ્સ પૂર્ણ કરી છે, જ્યારે ૬૦ થી ૭૦ ફાઇલ્સ હાલમાં પ્રક્રિયામાં છે. ન્યૂઝીલેન્ડમાં પણ બિઝનેસ વિઝાની માંગ વધી રહી છે અને આવતા સમયમાં ઓસ્ટ્રેલિયામાં મંજૂરીમાં ઢીલછૂટ મળી શકે છે, જેથી વધુ લોકો વિદેશમાં પોતાનો વ્યાપ વિસ્તારશે.

કંપનીએ બિઝનેસ માઇગ્રેશન ઉપરાંત પ્રીમિયમ આંતરરાષ્ટ્રીય રિયલ એસ્ટેટ સેવાઓ પણ શરૂ કરી છે. રોકાણકારોમાં દુબઇ સૌથી લોકપ્રિય કેન્દ્ર છે, કારણ કે ત્યાં રેન્ટલ રિટર્ન અન્ય બજારોની સરખામણીએ સૌથી વધુ મળે છે. સરેરાશ, રોકાણકારો દુબઇમાં લગભગ રૂ.૨ કરોડ, ઓસ્ટ્રેલિયામાં રૂ.૫-૬ કરોડ, ન્યૂઝીલેન્ડમાં  રૂ.૪ કરોડ અને યુએસમાં રૂ.૪.૫ – ૫ કરોડ જેટલું રોકાણ કરે છે. હાલ કંપનીએ દુબઇના ૭-૮ અગ્રણી ડેવલપર્સ સાથે ભાગીદારી કરી છે.

Back to top button
error: Content is protected !!