
વિજાપુર ભારત માતાના મંદિર ખાતેથી તિરંગા રેલી નીકળી
ધારાસભ્ય પોલીસ કર્મચારી શિક્ષકો વિદ્યાર્થીઓ સહીત ભાજપના કાર્યકરો જોડાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ભારત માતાના મંદિર ટીબી ખાતેથી ભાજપ દ્વારા તિરંગા રેલી નુ આયોજન કરવામાં આવ્યું હતુ આ તિરંગા રેલીમાં ધારાસભ્ય સી.જે ચાવડા પોલીસ કર્મચારીઓ અધિકારી શાળામા ભણતા વિદ્યાર્થીઓ વિધાર્થિનીઓ શિક્ષક મીત્રો ભાજપના કાર્યકરો સદસ્યો સંસ્થા ના આગેવાનો ડીરેક્ટરો સહિત તિરંગા યાત્રામાં જોડાયા હતા. આ યાત્રા ટીબી ભારતમાતાના મંદિર થી દર્શન કરી સોસાયટી વિસ્તારો માં ફરી હતી. સરદાર પટેલના બાવલા પોહચી દેશ માટે બલીદાન આપનાર વીર શહીદો ને યાદ કરવા મા આવ્યા હતા. સરદાર પટેલના પ્રતિમા પાસે સૂતર અને ફૂલહાર કરી ભારત માતાની જય નાદ સાથે રેલી નું સમાપન કરવા મા આવ્યું હતુ




