NAVSARI

Navsari: રાણીફળિયા નાનીભમતી ગામથી પસાર થતો નેશનલ હાઇવે હાલે જ્યાંથી નીકળે છે ત્યાંથી કાઢવા સાંસદને રજૂઆત….

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

નવસારી જિલ્લાના વાંસદા ખાતે આવેલ રાનીફળિયા ગામ ખાતે સાંસદ ધવલ પટેલને વાપી શામળાજી વાંસદા થઈને ૪ માર્ગીય સંપાદાનમાં ખેડૂતોની જમીન જાયતે માટે  ત્રણેય ગામના સરપંચો સહિત ખેડૂતોએ રજૂઆત કરી.

હનુમાનબારી ગામના સરપંચ રાકેશભાઈ પટેલ,નાનીભમતી ગામના સરપંચ જીતુભાઇ રાનીફળિયા ગામનાં સરપંચ બાબુભાઈ ચૌધરી સહિતના આગેવાનો તેમજ ખેડૂતો એ નેશનલ હાઇવે નંબર 56 દાહોદ બોડેલી નેત્રંગ -વાંસદા વાપી માર્ગને ચાર માર્ગીય રસ્તા માટે જમીન સંપાદન માં ઘણા ખેડૂતો પાસે જમીન ઓછી હોવાથી ઘર બનાવવા માટે પણ જમીન પણ રહેતી નથી જેમાં હનુમાનબારીના  ૬ અને રાણી ફળિયાના ૪૩ ખેડૂતોને અચર થાય છે જેથી આ ત્રણે ગામોના ટુકડા થઈ જશે અને ગામ વેર વિખેર થઈ જશે અને ખેડૂતો પાયમાલ થઈ જશે તારીખ ૨૪/૪/૨૦૨૩ ના રોજ મામલતદાર  અને  પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપી ખેડૂતોએ વાંધા અરજી આપી હતી અને ગ્રામ પંચાયત માં ઠરાવ પણ આપેલો હતો છતાં પણ જમીન સંપાદાન ની એન્ટ્રી પાડેલી છે જે ગેરકાયદેસર છે જેથી કરીને આ નેશનલ હાઇવે હાલમાં ચાલુ છે તેજ જગ્યાથી નીકળે એવી અમારી માંગ છે એવું એક લખાણ લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ  ધવલભાઈ પટેલ ને યોગ્ય અસરકારક રજુઆત કરવામા આવી હતી  જેમાં ગામના ખેડૂત આગેવાનો અને ત્રણેય ગામના અસરગ્રસ્ત ખેડૂતો હાજર રહ્યા હતા જેમાં હાલ નેશનલ હાઇવે વાપી શામળાજી ચાલુ છે એજ રસ્તો ચાર માર્ગીય પહોળો કરી ડેવલોપમેન્ટ કરવા સાંસદશ્રીને રજુઆત કરવામા આવી હતી આ પ્રસંગે રાણી ફળિયા ગામના સરપંચ બાબુભાઈ પટેલ હનુમાનબારી સરપંચ રાકેશ પટેલ નાની ભમતી સરપંચ જીતુ ભાઈ પટેલ હાજર રહ્યા હતા

Back to top button
error: Content is protected !!