GUJARATPANCHMAHALSHEHERA

ગોધરા ખાતે પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના પ્રોજેક્ટ સ્ટાફ તથા બીઆરસી અને સીઆરસી કો-ઓર્ડિનેટરની કાર્ય યોજના બેઠક

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ,ગાંધીનગર દ્વારા પ્રેરિત પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના તમામ પ્રોજેક્ટ સ્ટાફ અને બી.આર.સી અને સી.આર.સી કો-ઓર્ડીનેટરની કાર્યયોજના બેઠક સમગ્ર શિક્ષા અને સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેકટર શ્રી રંજીથ કુમાર(IAS)ની વિશેષ ઉપસ્થિતીમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, ગોધરા ખાતે યોજાઇ હતી.

આ પ્રસંગે સ્ટ્રેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી રંજીથ કુમાર(IAS) એ શિક્ષણની ગુણવત્તા માટે લર્નિંગ આઉટકમને કેન્દ્રસ્થાને રાખવા માટે શાળાઓમાં ભૌતિક સુવિધાઓ, મધ્યાન ભોજન, પુસ્તકાલય તથા શાળા ગ્રાન્ટની ભુમિકા ખૂબ મહત્વની છે તેમ જણાવ્યું હતું.

આ તકે એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટર ડાયરેક્ટર ડૉ.મુકેશકુમાર પટેલ (GAS) દ્વારા શાળા સુધારણા અને શિક્ષણ સુધારણા માટે પ્રેરણાદાયક બાબતોનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ હતું. તેમજ સમગ્ર શિક્ષા શિક્ષણ સચિવશ્રી શિલ્પાબેન પટેલ દ્વારા ગુણવત્તા સુધારાની પાયાની બાબતોમાં હકરાત્મકતા લાવવા માટે સી.આર.સી.કો-ઓર્ડીનેટર અને બી.આર.સી કો-ઓર્ડીનેટરની ભૂમિકા સારી રીતે નિભાવવા જણાવવામાં આવ્યુ હતું.

પંચમહાલના જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી કિરીટ પટેલ દ્વારા કાર્ય યોજના બેઠકમાં પંચમહાલ જિલ્લાની શૈક્ષણિક સ્થિતિની સમીક્ષા રજૂ કરવામાં આવી હતી. જ્યારે જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર શ્રીમતી ગાયત્રીબેન પટેલ દ્વારા સૌ મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

ફાઇનાન્સ કંટ્રોલર કુ.બિંદુબેન ડોડીયાતર દ્વારા શાળા ગ્રાન્ટ, PM શ્રી ગ્રાન્ટ, કેજીબીવી સંબંધી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરી વિદ્યાર્થીઓ માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. નાયબ નાયબ નિયામક IED અને RMSA શ્રીમતી અર્ચનાબેન ચૌધરી દ્વારા દિવ્યાંગ બાળકો તથા તેમના સમાવિષ્ટ શિક્ષણ માટે સંવેદના પૂર્વક કામ કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું.

શ્રી રહેમાન ભાઈએ પરબડીયા શિક્ષણની પાયાની ગુણવત્તા સુધારણામાં મોનિટરિંગ એપ તેમજ વર્ગ સુધારણા માટે સી.આર.સી.કો-ઓર્ડીનેટર અને બી.આર.સી કો-ઓર્ડીનેટરની ભૂમિકા તેમજ પ્રત્યક્ષ શિક્ષક સાથે કોમ્યુનિકેશન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. જીતેન્દ્રભાઈ વણઝારા (એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટર ઇજનેર) દ્વારા શાળાઓમાં માળખાગત સુવિધા જેવી કે ઓરડાઓ, પાણી અને શૌચાલયની સાથે અન્ય માપદંડો બાબતે સૌને અવગત કર્યા હતા.

વિશાલભાઈ સોની (MIS) દ્વારા શાળાઓના ડેટા તેમજ CTS , U DISE ની સાથે તમામ ડેટાને સંગ્રહિત કરવા જિલ્લા અને તાલુકા કક્ષાએ VSK સેન્ટર અપડેટ કરી તેમાં સુધારણા લાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સ્ટેટ જેન્ડર કો.ઓર્ડીનેટર દર્શનાબેન સુથાર દ્વારા ગર્લ્સ એજ્યુકેશન તેમજ કુમાર અને કન્યાઓના શિક્ષણમાં જેન્ડર બાયસ દૂર કરવા દીકરીઓના સ્વાસ્થ્ય અને સ્વચ્છતામાં સુધારો લાવવા માટે માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. જ્યારે શ્રી હિતેન્દ્ર જોશીએ ટ્રાન્સપોર્ટેશનની સાથે બાળકોને શાળામાં લાવવા માટે સરકારની યોજનાઓનો મહત્તમ ઉપયોગ કરવા માટે જણાવ્યું હતું.

 

Back to top button
error: Content is protected !!