હવે તમે પણ બની શકો છો પત્રકાર, ZEE ગ્રુપની PINEWZ આપશે સૌથી મોટો મોકો
હવે તમે પણ બની શકો છો પત્રકાર. દેશનું સૌથી મોટા મીડિયા હાઉસ ZEE ગ્રુપ આપી રહ્યું છે તમને મોકો… ZEE મીડિયાએ પોતાની હાયપર લોકલ ન્યૂઝ એપ PINEWZ લોન્ચ કરી છે. આ એપનો ઉપયોગ કરીને, તમે તમારા શહેર અને તમારા વિસ્તારના રિપોર્ટર બની શકો છે. જે સમાચાર ગુજરાત જ નહીં દેશ અને વિશ્વ સુધી પહોંચશે, PINEWZ એપમાં યુઝર્સ પોતાનો પિન કોડ દાખલ કરીને જે તે તે વિસ્તારના સમાચારોને વાંચી શકશે.
PINEWZ એ AI આધારિત એક પ્લેટફોર્મ છે, જે google play store અને apple app store પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે. એપના ટોપ પર ‘Become a News Creator’ આઈકોન જોવા મળશે, જ્યાં ક્લિક કરીને તમે એક ન્યૂઝ ક્રિએટર બનીને રજિસ્ટર પણ કરી શકો છો.
તમારી પ્રોફાઇલ એપ્રૂવ થતાં જ તમે તમારા શહેર અને વિસ્તારની ખબરો PINEWZ પર પોસ્ટ કરી શકો છો અને તમારો અવાજ સરકાર અથવા સામાન્ય લોકો સુધી પહોંચાડી શકો છો. આ પ્લેટફોર્મ પર તમે તમારા વિસ્તારની ખબર, ફોટોગ્રાફ અને વિડિઓઝ પણ અપલોડ કરી શકો છે.
PINEWZ શહેરના નાના-મોટા તમામ મુદ્દાઓ પર તમારી સાથે રહેશે. જો ગલી-મોહલ્લામાં પાણી નથી આવી રહ્યું અથવા રોડ તૂટી ગયો છે. તો પણ PINEWZ તમારો અવાજ બની શકે છે. હવે ડાઉનલોડ કરો PINEWZ અને એક નવા અને શ્રેષ્ઠ ભવિષ્યના સાક્ષી બનવા માટે આગળ આવો.