BUSINESS

ઓઈલ-ગેસના ભંડાર ઝડપથી ઘટી રહ્યા છે, IEAની ચેતવણીથી ભારત ચિંતિત…!!

આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી (IEA)એ એક ચોંકાવનારો અહેવાલ બહાર પાડ્યો છે જેમાં જણાવાયું છે કે વિશ્વના ઓઈલ અને ગેસના ભંડાર ઝડપથી ઘટી રહ્યા છે. એજન્સીએ વિશ્વના ૧૫૦૦૦ થી વધુ ઓઈલ-ગેસ ક્ષેત્રોના ડેટાનો અભ્યાસ કરીને ચેતવણી આપી છે કે જો નવા રોકાણ નહીં થાય તો આગામી સમયમાં ઉત્પાદન સતત ઘટતું જશે.

રિપોર્ટ મુજબ, ઓઈલ અને ગેસ ઉદ્યોગમાં દર વર્ષે થતા કુલ રોકાણનો ૯૦% હિસ્સો માત્ર હાલના ક્ષેત્રોના કુદરતી ઘટાડાને અટકાવવા માટે જ વપરાઈ રહ્યો છે. જો નવું શોધખોળ અને રોકાણ ન થાય તો દર વર્ષે તેલનું ઉત્પાદન ૫૫ લાખ બેરલ પ્રતિ દિવસ અને ગેસનું ઉત્પાદન ૨૭૦ અબજ ઘન મીટર ઓછું થઈ શકે છે.

ભારત માટે આ ચિંતાજનક સ્થિતિ છે, કારણ કે ભારત પોતાની જરૂરિયાતનું ૮૫% ક્રૂડ ઓઈલ અને ૪૫% ગેસ આયાત કરે છે. વૈશ્વિક ભંડારમાં આવી ઘટતા પુરવઠાને કારણે ભારતમાં ઊર્જાની કિંમતો વધી શકે છે અને પુરવઠાની સમસ્યા ઊભી થઈ શકે છે. ખાસ કરીને શેલ અને ઊંડા સમુદ્રી સ્ત્રોતોમાં ઝડપથી કમી થવાથી જોખમ વધી રહ્યું છે.

IEAએ ભારતને સલાહ આપી છે કે તે કોઈ એક દેશ પર વધુ નિર્ભર ન રહે અને દેશના અંદરના ઓઈલ -ગેસ સંશોધનને પ્રોત્સાહન આપે. સાથે જ ગ્રીન હાઈડ્રોજન, બાયોફ્યુઅલ જેવા વિકલ્પ ઊર્જા સ્ત્રોતો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. એજન્સીનો અંદાજ છે કે જો સમયસર પગલાં નહીં લેવાય તો ૨૦૩૦-૨૦૪૦ના દાયકામાં ઓઈલ-ગેસના પુરવઠામાં મોટો ઘટાડો થઈ શકે છે, જે ઊર્જા સુરક્ષા અને ભાવોમાં મોટો કડાકો લાવી શકે છે.

Back to top button
error: Content is protected !!