
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇ ખાતે મરાઠી સમાજનાં કુળદેવી કાનબાઈની પવિત્ર શ્રાવણ મહિનામાં એક દિવસ સ્થાપના કરીને ઉજવણી કરવામાં આવે છે.જેમાં આજે વઘઈ ના મરાઠી સમાજનાં તેજસભાઈ ગવાંદેનાં ધરે કાનબાઈ માતાની એક દિવસ માટે સ્થાપના કરી આખી રાત તેમની પુજા અર્ચના અને આરાધના કરી જાગરણ કરવામાં આવ્યુ હતુ અને જાગરણ દરમ્યાન ભજનોની રમઝટ જમાવી હતી.અને બીજા દિવસે અંબામાતાનાં મંદિરથી માતાજીને બાજટ પર બેસાડીને પોતાના માથા પર મૂકી ઢોલ નગારા વગાડી વાજતે ગાજતે વઘઈ નગરમાં ફેરવી કાનબાઈ માતાને નદીમાં સ્નાન કરાવી પરત ઘરે લાવવામાં આવ્યા હતા.જેમાં મોટી સંખ્યામાં મરાઠી સમાજના લોકો હાજર રહ્યાં હતા..





